Jaipur Police Momos Vendor Burning Incident: રાજસ્થાનની રાજધાની જયપુરના રામનગરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખાખી વર્દીને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુખ્યમંત્રીના (CM) કાફલા માટે રસ્તો ખાલી કરાવવા ગયેલા પોલીસકર્મીઓ અને લારી ચલાવતી યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન એક પોલીસકર્મીએ મોમોઝની લારીને જોરદાર ધક્કો મારીને પલટાવી દીધી હતી અને લારી પર રાખેલું ઉકળતું પાણી યુવતી પર ફેંકી દીધું હતું. આ ભયાનક ઘટના 19 જૂનની સાંજે ઘટી હતી, જે અંગે 22 જૂનના રોજ પીડિતાની બહેને ઓફિશિયલ FIR નોંધાવી છે.
પરિવારનું ગુજરાન ચલાવતી યુવતી ગંભીર રીતે દાઝી
પોલીસના જણાવ્યા મુજબ, જગતપુરાના મહલ રોડ પરથી મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હતો, જેના થોડા સમય પહેલાં પોલીસ (Jaipur Police) રસ્તા કિનારેથી લારીઓ હટાવી રહી હતી. પીડિતા રેશુ ગુપ્તા અક્ષય પાત્ર મંદિર પાસે મોમોઝની લારી લગાવે છે. જ્યારે પોલીસે તેને તાત્કાલિક લારી હટાવવા કહ્યું, ત્યારે રેશુએ વિનંતી કરી કે વાસણમાં પાણી ગરમ છે એટલે થોડો સમય આપો. પરંતુ પોલીસે બળજબરી કરી લારી પાછળ ધકેલી દીધી, જેના કારણે ઉકળતું પાણી રેશુ પર પડતાં તેનો ખભો, છાતી અને સાથળનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો છે.

પિતાના અવસાન બાદ લારીથી ચાલતું હતું ઘર(Jaipur Police)
પીડિતાની બહેન ખુશબૂએ જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. વર્ષ 2020 માં કોરોનાને કારણે પિતાનું અવસાન થયા બાદ તેઓ જયપુર આવ્યા હતા. ઘરનો ખર્ચ ચલાવવા માટે નાની બહેન રેશુ મોમોઝની લારી ચલાવતી હતી. હાલ આ મામલે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ડીસીપી (Jaipur Police)ઈસ્ટ રંજીતા શર્માએ જણાવ્યું કે ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:યુવકે આત્મહત્યા કરતા ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો, પોલીસ જીવ બચાવવા ભાગી
આ પણ વાંચો:નકલી કફ સિરપથી બાળકોના મોત , રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપનું સંકટ યથાવત !
આ પણ વાંચો:IIT બાબા અભય સિંહની કરાઈ ધરપકડ, જ્યારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો ત્યારે તેને કહ્યું-…
