Khambhalia News/ કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: ખંભાળિયાના યુવાન કિરીટ કણજારીયાનું મોત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

કતારના LNG પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ (Qatar LNG Plant Blast)માં ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણજારીયાનું કરુણ અવસાન થયું છે. પરિવારના ભરણપોષણ માટે વિદેશ ગયેલા યુવાનના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

Breaking News Gujarat Others
Qatar LNG Plant Blastમાં ગુજરાતના વધુ એક યુવાનનું મોત

Khambhalia News : કતારના એલએનજી (LNG) પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના (Qatar LNG Plant Blast)માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કરુણ અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Qatar LNG Plant Blast:ખંભાળિયાના કિરીટ કણજારીયાનું નિધન

મળતી માહિતી મુજબ, કિરીટ કણજારીયા છેલ્લા બે વર્ષથી કતારમાં રોજગાર માટે કાર્યરત હતા. રવિવારે LNG પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ (Qatar LNG Plant Blast) દરમિયાન તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

કિરીટ પરિવારના આર્થિક ભરણપોષણ માટે વિદેશમાં મહેનત કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, છ વર્ષનો પુત્ર અને દોઢ વર્ષની પુત્રી છે. તેમના નિધનથી બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા કિરીટનો મૃતદેહ કતારથી વતન લાવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શનિવાર સુધીમાં મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સમાજના આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓએ પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને સરકાર તરફથી જરૂરી સહાય મળે તેવી માંગ ઉઠાવી છે. ઉપરાંત, વિદેશ મંત્રાલય સમક્ષ પણ મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ જ દુર્ઘટના (Qatar LNG Plant Blast)માં સુરતના ડુમ્મસ વિસ્તારના રહેવાસી સની પટેલના મોતની પણ પુષ્ટિ થઈ છે. તેમના પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે અને ભારતીય દૂતાવાસની મદદથી મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

કતારમાં બનેલી આ દુર્ઘટનાએ ગુજરાતના બે પરિવારોને અપૂર્ણ નુકસાન પહોંચાડ્યું છે અને વિદેશમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો:ચીનની કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ, 82 શ્રમિકોના મોતથી હાહાકાર, રાષ્ટ્રપતિએ આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો:વિસ્ફોટોથી હચમચી ગયું પંજાબ,ત્રણ કલાકમાં જલંધર,અમૃતસરમાં BSF BSF હેડક્વાટરની બહાર બ્લાસ્ટ

આ પણ વાંચો:પંજાબના પટિયાલામાં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ, એક વ્યક્તિનો મળ્યો મૃતદેહ