new dilhi/ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશમાં 16 જેટલી દવાઓ પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેવાયા આકરા પગલાં

કેન્દ્ર સરકારે માનવ શરીરને નુકસાન પહોંચાડતી 16 જેટલી વિવિધ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો.

India Breaking News
માનવ શરીર માટે નુકશાનકારક Medicines પર પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા સરકારે માનવ શરીરને નુકસાન પહોંચાડતી 16 જેટલી વિવિધ દવાઓ (Medicines)ના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.

કઈ-કઈ દવાઓ પર પ્રતિબંધ મુકાયો?

કોમ્બિનેશન દવાઓ નાગરિકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતી હોવાનું સામે આવ્યું હતું. આ કોમ્બિનેશન દવાઓ (Medicines)થી દર્દીને કોઈ જ ફાયદો થતો નથી. આ દવાઓમાં એન્ટીબાયોટિક, ડાયાબિટીસ, સ્કિનકેર જેવી દવાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ડાયાબિટીસ, પેટના દુખાવાની, પેન કિલર, આંચકી માટે અપાતી દવા અને ચામડીની સંભાળ રાખવાની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓ (Medicines) દર્દીને સારવારમાં સાજા કરવાના બદલે દર્દીના સ્વાસ્થ્ય પર ઉલ્ટી અસર કરે છે. ત્યારે આ દવાઓના ઉત્પાદન અને વેચાણ અટકાવવા કેન્દ્ર સરકારે (Center Government)પગલા લિધા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે સરકારે કાર્યવાહી કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

તબિબિ નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ દવાઓ માનવ સ્વાસ્થ્ય  માટે હાનિકારક હોવા છતાં બજારમાં તેનું મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હતું. આ ગંભીર બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાને આવતા, સર્વોચ્ચ અદાલતે (Supreme Court) નાગરિકોના હિતમાં આ દવાઓ પર તુરંત પ્રતિબંધ લાદવા સરકારને કડક આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આ જ આદેશનું પાલન કરતા કેન્દ્ર સરકારે આ તમામ દવાઓના ખરીદ-વેચાણ અને ઉત્પાદનને અટકાવવા માટેના કાયદાકીય પગલાં લીધા છે.નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકારનો આ મહત્વનો નિર્ણય છે.


આ પણ વાંચો રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ 2025-26 માટે મહત્વપૂર્ણ 150 દવાઓનો ઉમેરો કરાયો…

આ પણ વાંચો શું BP ની દવાઓ તમારી કિડની ખરાબ કરે છે? જાણો કાર્ડિયોલોજિસ્ટ શું કહે છે?

આ પણ વાંચો તાત્કાલિક દવાઓ લેવાને બદલે, પાચન સુધારવા માટેના સરળ ઘરેલું ઉપચારથી રાહત મેળવો