Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા (Ahmedabad Rath Yatra)ને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ સ્તરે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad Rath Yatra: રથયાત્રા પહેલા હાઈ એલર્ટ!
ક્રાઈમ બ્રાન્ચની ટીમો શહેરના વિવિધ ધાબા પોઈન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. ઊંચી ઇમારતો અને મહત્વના સ્થળો પર પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ શંકાસ્પદ હિલચાલ સમયસર ધ્યાનમાં આવી શકે.
આ ઉપરાંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા રથયાત્રા (Ahmedabad Rath Yatra)ના રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકે તે માટે વિશેષ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની પણ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવામાં આવી છે અને ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પોલીસ તંત્રે નાગરિકોને પણ અફવા પર વિશ્વાસ ન કરવા, કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા અને રથયાત્રા (Ahmedabad Rath Yatra) દરમિયાન કાયદો-વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા
આ પણ વાંચો:અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં બે હાથી બેકાબૂ થયા, જુઓ વીડિયો
આ પણ વાંચો:SGVP અમદાવાદ દ્વારા 18મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું
