Gujarat News/ વીજપોલ-ટાવર વળતર : જેમના ખેતરમાં થાંભલા લાગી ગયા તેમને વળતર મળશે?

અત્યાર સુધી ખેડૂતોને વીજપોલ અથવા વીજ ટાવર (Electric Pole) માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું

Top Stories Gujarat
ગુજરાતમાં વીજ ટાવર, વીજપોલ (Electric Pole) અને હાઇ ટેન્શન વીજ લાઇનને લઈને ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે (Gujarat Government)ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે

Gujarat News : ગુજરાતમાં વીજ ટાવર, વીજપોલ (Electric Pole) અને હાઇ ટેન્શન વીજ લાઇનને લઈને ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે (Gujarat Government)ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નવી નીતિ મુજબ હવે ખેડૂતોને માત્ર જંત્રીના આધારે નહીં પરંતુ જમીનની વર્તમાન બજાર કિંમતના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે. સાથે જ ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં વધારો, એકસાથે 100 ટકા વળતર અને માર્કેટ રેટ કમિટીની રચના જેવા મોટા ફેરફારો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.

સરકારના આ નિર્ણયથી રાજ્યભરના હજારો ખેડૂતોને વધુ ન્યાયસંગત અને પારદર્શક વળતર મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે બજાર ભાવના બમણા દરે મળશે વળતર

અત્યાર સુધી ખેડૂતોને વીજપોલ (Electric Pole) અથવા વીજ ટાવર માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું. હવે સરકાર દ્વારા જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરીને તેના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે માર્કેટ રેટ કમિટી (MRC) બજાર કિંમત નક્કી કરશે.

ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં વધારો

નવી વ્યવસ્થા મુજબ વીજ ટાવરના પાયાની દરેક બાજુએ એક-એક મીટર વધારાની જમીનની ગણતરી કરવામાં આવશે. પરિણામે ખેડૂતોને અગાઉ કરતાં વધુ વિસ્તારનું વળતર મળશે.

ઉદાહરણ તરીકે 765 કે.વી. ટ્રાન્સમિશન લાઇન માટે અગાઉ 625 ચોરસ મીટર પ્રમાણે વળતર (Compensation)મળતું હતું, જે હવે વધીને 729 ચોરસ મીટર પ્રમાણે મળશે.

હવે એકસાથે મળશે 100 ટકા વળતર

અગાઉ વળતર ત્રણ તબક્કામાં ચૂકવાતું હતું.

  • ફાઉન્ડેશન સમયે 40 ટકા
  • ટાવર ઉભો કરતી વખતે 40 ટકા
  • વાયર ખેંચ્યા બાદ 20 ટકા

હવે ખેડૂતોને શરૂઆતમાં જ સંપૂર્ણ 100 ટકા વળતર (Compensation)ચૂકવવામાં આવશે.

જમીનની કિંમત કોણ નક્કી કરશે?

સરકાર દ્વારા માર્કેટ રેટ કમિટી (MRC) બનાવવામાં આવશે, જેમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિઓ, ખેડૂતો (Farmers)ના અધિકૃત માર્કેટ વેલ્યુઅર અને ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ પારદર્શક રીતે જમીનની બજાર કિંમત નક્કી કરશે.

ROW કોરિડોર માટે પણ મળશે વધુ વળતર

વીજ લાઇનના રાઇટ ઓફ વે (ROW) વિસ્તારમાં પણ બજાર કિંમતના આધારે વળતર ચૂકવાશે.

  • ગ્રામ્ય વિસ્તારમાં – બજાર કિંમતના 30%
  • નગરપાલિકા વિસ્તારમાં – બજાર કિંમતના 45%
  • મહાનગરપાલિકા વિસ્તારમાં – બજાર કિંમતના 60%

જૂના કેસોને પણ મળશે લાભ

સરકારે સ્પષ્ટતા કરી છે કે જેમણે જૂના નિયમ મુજબ વળતર (Compensation)મેળવી લીધું છે પરંતુ જ્યાં વીજ લાઇનનું કામ હજુ ચાલુ છે, તેવા ખેડૂતોને પણ નવી નીતિનો લાભ આપવામાં આવશે.

ખેડૂતો માટે શું રહેશે સૌથી મોટો ફાયદો?

નવી નીતિથી ખેડૂતો (Farmers)ને બજાર આધારિત વધુ વળતર મળશે, એકસાથે સંપૂર્ણ ચુકવણી થશે, ટાવર વિસ્તારની વધારાની જમીનનો લાભ મળશે અને વળતર નક્કી કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.


આ પણ વાંચો : મોરબીમાં વીજપોલ વિવાદ ઉગ્ર બન્યો: કલેક્ટર કચેરી સામે 22 ગામના સરપંચો-ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ  

આ પણ વાંચો : વીજપોલ વળતર મુદ્દે ભારતીય કિસાન સંઘની સરકારને ચેતવણી, નવી નીતિ નહીં તો રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત

આ પણ વાંચો : હળવદના સાપકડા ગામમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ