Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદે દારૂ (Chandkheda Bootlegger Attack)ના ધંધાનો વિરોધ કરવો સ્થાનિક રહીશોને ભારે પડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા દારૂના અડ્ડાને બંધ કરાવવાની માંગ સાથે એકત્ર થયેલા રહીશો પર બુટલેગર અને તેના સાગરીતોએ હથિયારો સાથે હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂ (Chandkheda Bootlegger Attack)નું વેચાણ થતું હતું. જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ હતી અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાને લઈને સતત ચિંતા સર્જાતી હતી. અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા રહીશોએ રવિવારે બેઠક યોજી દારૂનો અડ્ડો બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો.
Chandkheda Bootlegger Attack બાદ ચાર આરોપીઓ સામે ફરિયાદ
રહીશોએ બુટલેગરને દારૂ (Chandkheda Bootlegger Attack)નું વેચાણ બંધ કરવા જણાવ્યું ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. આક્ષેપ છે કે બુટલેગરે પોતાના સાગરીતોને સ્થળ પર બોલાવ્યા હતા. થોડા જ સમયમાં લાકડાં અને અન્ય હથિયારો સાથે આવેલા શખ્સોએ રહીશો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલી મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અચાનક થયેલા હુમલાથી સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગવા મજબૂર બન્યા હતા.
ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચે તે પહેલાં હુમલાખોરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે ભોગ બનનારાઓના નિવેદનોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે ધર્મેન્દ્રસિંહ પઢીયાર, વિશ્વરાજ પઢીયાર, પૃથ્વી અને કિશોર સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે દારૂ (Chandkheda Bootlegger Attack)ના અડ્ડા તાત્કાલિક બંધ કરાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો:અમદાવાદ દારૂની પાર્ટી કરી રહેલ ભાઈ-બહેન સહિત 10 પકડાયા
આ પણ વાંચો:અમદાવાદના ભાજપ કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા! જશોદાનગર રોડ પર વહી ‘દેશી દારૂ’ની નદી
