Surat News: અષાઢી બીજના પાવન દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Surat Truck Accident)માં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું મોત થયું છે, જ્યારે તેની સાથે રહેલી બીજી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે મોપેડને ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
દર્શન માટે નીકળેલી બે બહેનપણીઓ અકસ્માતનો ભોગ બની
પ્રાથમિક માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિષા બાંભણિયા સવારે અમરોલીની કોલેજમાં ગયા બાદ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોપેડ પર નીકળ્યા હતા. રસ્તામાં સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર તેમની મોપેડને એક ટ્રકે ટક્કર મારી હતી.
Surat Truck Accident: એકનું ઘટનાસ્થળે મોત, બીજીની સારવાર ચાલુ
અકસ્માત (Surat Truck Accident) એટલો ગંભીર હતો કે રિયા કુંભાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીને પહેલા સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતાં બંને પરિવારો હોસ્પિટલ પહોંચ્યા હતા. અષાઢી બીજના દિવસે જ યુવતીના મૃત્યુથી પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
જહાંગીરપુરા પોલીસે અકસ્માત (Surat Truck Accident)નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે સ્થળના CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ
આ પણ વાંચો:સુરતમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માત બાદ દર્દીની હાલત ગંભીર, પરિવારનો ડ્રાઈવરની બેદરકારીનો આરોપ
આ પણ વાંચો:સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન
