Surat News/ સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ

આ અકસ્માત (Accident)માં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Surat
શહેરના સિંગણપોર (Singanpor)વિસ્તારમાં બુધવારે સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે થયેલા અકસ્માત (Accident )થી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Surat News : શહેરના સિંગણપોર (Singanpor)વિસ્તારમાં બુધવારે સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે થયેલા અકસ્માત (Accident )થી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ સિટી બસે સ્કૂલ બસને ટક્કર મારતા બસમાં બેઠેલા બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તાત્કાલિક બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ (Students Injured)ને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો

અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની માહિતી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના આધારે બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક: અકસ્માત ઘટાડવા કલેક્ટરના મહત્વના નિર્દેશ

આ પણ વાંચો :રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ પહેલ: ‘Mapmyindia’ સાથે MoU…

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલનની સુચના બાદ પોલીસ એક્શન મોડમાં, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી