Ahmedabad News: અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાના ઉત્સાહ વચ્ચે રાજકીય સ્તરે પણ મહત્વપૂર્ણ હલચલ જોવા મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah Secret Meeting) ગુરુવારે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પક્ષના ટોચના નેતાઓ સાથે લગભગ બે કલાક સુધી બંધબારણે બેઠક યોજી હતી. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
Amit Shah Secret Meeting:2027 ચૂંટણી માટે ભાજપનું મેગા પ્લાન?
બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi), સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ સંગઠનના અન્ય વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠક સંપૂર્ણપણે બંધબારણે યોજાતા તેમાં થયેલી ચર્ચાનો સત્તાવાર ખુલાસો થયો નથી.
Amit Shah Secret Meeting: અમિત શાહનું ગુજરાત ભાજપને ચૂંટણી મિશન
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2027ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, ચૂંટણી પૂર્વેની તૈયારીઓ અને સરકાર-સંગઠન વચ્ચે વધુ સારો સંકલન ઉભું કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચર્ચામાં ભાજપ માટે 182માંથી 160 બેઠકો જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગામી વ્યૂહરચના અંગે પણ વિચારવિમર્શ થયો હોવાના અહેવાલો છે. જોકે, આ અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ બેઠકનું ટાઈમિંગ પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મુલાકાત દરમિયાન રાજ્યના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તે બેઠકમાં સરકારના કામકાજ, સુશાસન અને જનસંપર્કને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, અમિત શાહ (Amit Shah Secret Meeting)ની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું તેવા વિસ્તારોની સમીક્ષા, બૂથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય બનાવવાની જરૂરિયાત, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
જોકે બેઠકમાં શું નિર્ણય લેવાયો અથવા કયા મુદ્દાઓ પર અંતિમ સહમતિ બની તે અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેથી બેઠક અંગેની અનેક ચર્ચાઓ હાલ રાજકીય સૂત્રો અને અટકળો સુધી જ મર્યાદિત છે.
આ પણ વાંચો:અમિત શાહે સરહદી જિલ્લાઓના 119 SP સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક
આ પણ વાંચો:અમિત શાહની હરિયાળી ઝુંબેશ: ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
આ પણ વાંચો:ગોતામાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફેલાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં
