Gandhinagar News/ છત્રાલમાં શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલાના કેસમાં ઐતિહાસિક ચુકાદો, આરોપીને આજીવન કેદ

Attempt to Murder Case: ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલાના કેસમાં કલોલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જાણો સમગ્ર મામલો

Gujrat Trending

Gandhinagar News: છત્રાલમાં શ્રમજીવી યુવક પર થયેલા જીવલેણ ( Attempt to Murder Case) હુમલાના કેસમાં કલોલ સેશન્સ કોર્ટે (Kalol Sessions Court) ઝડપી સુનાવણી બાદ મહત્વપૂર્ણ ચુકાદો (Court Verdict) આપ્યો છે. કોર્ટે 24 વર્ષીય આરોપીને આજીવન સખત કેદ અને રૂ.2 લાખના દંડની સજા ફટકારી છે. ખાસ વાત એ છે કે ચાર્જશીટ દાખલ થયા બાદ માત્ર 20 દિવસમાં સમગ્ર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ તપાસ અનુસાર, 18 એપ્રિલ 2026ના રોજ છત્રાલ (Attempt to Murder Case) વિસ્તારમાં એક શ્રમજીવી યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ પહેલા ગાળાગાળી કરી અને ત્યારબાદ ગળાના ભાગે છરીથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજા છતાં સમયસર સારવાર મળતાં યુવકનો જીવ બચી ગયો હતો.ઘટના બાદ કલોલ તાલુકા પોલીસે હત્યાના પ્રયાસ સહિત સંબંધિત કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઝડપી ટ્રાયલ, ટૂંકા સમયમાં ચુકાદો

આ કેસમાં પોલીસે 29 જૂને ચાર્જશીટ કોર્ટમાં (Atrocity Act Case) રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં (Court Verdict) સાક્ષીઓની જુબાનીઓ અને અન્ય પુરાવાઓની કાર્યવાહી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી. ટ્રાયલ શરૂ થયાના ચોથા જ દિવસે કોર્ટે અંતિમ ચુકાદો જાહેર કર્યો, જેના કારણે સમગ્ર કેસની કાર્યવાહી માત્ર 20 દિવસમાં પૂર્ણ થઈ ગઈ.

કોર્ટે શું નોંધ્યું? આજીવન કેદ અને દંડની સજા

ચુકાદા દરમિયાન કોર્ટે નોંધ્યું કે જાહેર સ્થળે ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો (Attempt to Murder Case) કરવો ગંભીર ગુનો છે અને આવા કૃત્યો સમાજમાં અસુરક્ષાની લાગણી ઉભી કરે છે. કોર્ટે જણાવ્યું કે સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે આવા ગુનાઓમાં કડક સજા જરૂરી છે.પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ રૂ.2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ ચુકાદો ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય પ્રક્રિયાનું મહત્વ દર્શાવતો કેસ તરીકે જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: