Ajab Gajab News/ સમય પાછળ જતું રહસ્યમયી શહેર: ઇથોપિયામાં કેમ બાકીની દુનિયા કરતા 7 વર્ષ પાછળ છે કેલેન્ડર?

Ethiopia

Trending Ajab gajab Ajab Gajab News Lifestyle
Ethiopia

Ethiopia Calendar:  દુનિયામાં સમય અને તારીખ જાણવા માટે આપણે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ, જેના મુજબ અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર એક એવો દેશ પણ છે જે બાકીની દુનિયા કરતા ઘણો પાછળ ચાલે છે? આફ્રિકા ખંડના દેશ ઇથોપિયા (Ethiopia) માં અત્યારે 2026 નહીં, પણ વર્ષ 2018 ચાલી રહ્યું છે. આ દેશનું કેલેન્ડર અને સમયની ગણતરી એટલી અનોખી છે કે જાણીને વિજ્ઞાન પણ સ્તબ્ધ થઈ જાય છે.

7 વર્ષ અને 8 મહિના પાછળ ચાલે છે આ દેશ

ઇથોપિયા (Ethiopia) દુનિયાના અન્ય દેશો કરતા લગભગ 7 વર્ષ અને 8 મહિના પાછળ છે. જ્યારે સમગ્ર વિશ્વ વર્ષ 2026 ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઇથોપિયાના લોકો હજુ પણ વર્ષ 2018 માં જીવી રહ્યા છે. આ તફાવતનું મુખ્ય કારણ તેમનું પૌરાણિક કેલેન્ડર છે. ઇથોપિયામાં ‘ઇથોપિયન કેલેન્ડર’ નો ઉપયોગ થાય છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર કરતા અલગ રીતે ગણતરી કરે છે. આ કેલેન્ડરમાં ઈસુ ખ્રિસ્તના જન્મની તારીખ અલગ માનવામાં આવે છે, જેના કારણે આ દેશ સમયની દોડમાં પાછળ રહી ગયો છે.

Ethiopia

વર્ષમાં 12 નહીં પણ 13 મહિના

સામાન્ય રીતે દુનિયાના તમામ દેશોમાં વર્ષના 12 મહિના હોય છે, પરંતુ ઇથોપિયાના કેલેન્ડરમાં વર્ષના 13 મહિના હોય છે. અહીંના પ્રથમ 12 મહિના 30-30 દિવસના હોય છે, જ્યારે છેલ્લો એટલે કે 13 મો મહિનો જેને ‘પેગ્યુમ’ (Pagume) કહેવામાં આવે છે, તે માત્ર 5 અથવા 6 દિવસનો હોય છે. આ 13 મો મહિનો વર્ષના બાકી રહી ગયેલા દિવસોની ગણતરીને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ અનોખી ગણતરીને કારણે ઇથોપિયામાં પ્રવાસીઓ જ્યારે જાય છે ત્યારે તેઓ સમયના આ અજીબ ચક્રમાં મૂંઝાઈ જાય છે.

Ethiopia

સૂર્યોદયથી શરૂ થાય છે નવો દિવસ

માત્ર કેલેન્ડર જ નહીં, પણ ઇથોપિયામાં (Ethiopia) સમય જોવાની રીત પણ અલગ છે. દુનિયામાં મોટાભાગે મધ્યરાત્રિના 12 વાગ્યાથી નવો દિવસ શરૂ થાય છે, પરંતુ ઇથોપિયામાં દિવસની શરૂઆત સૂર્યોદયના સમયે થાય છે. તેમના માટે સવારના 6 વાગ્યા એટલે તેમના દિવસનો 00:00 સમય. આ અનોખી ઘડિયાળને કારણે ઇથોપિયન સમય મુજબ બપોરના 12 વાગ્યા એટલે તેમના 6 વાગ્યા ગણાય છે. જો તમે ત્યાં જાવ તો તમારે તમારી ઘડિયાળમાં સમય જોવા માટે સ્થાનિક રીત શીખવી પડે છે.

તહેવારો અને સંસ્કૃતિનું અનોખું સંતુલન

ઇથોપિયા (Ethiopia) પોતાની પ્રાચીન પરંપરાઓ પ્રત્યે અત્યંત વફાદાર દેશ છે. ભલે તે સમયમાં પાછળ હોય, પણ ત્યાંના લોકો ગૌરવ સાથે પોતાનું કેલેન્ડર પાળે છે. તેમના નવા વર્ષની ઉજવણી એટલે કે ‘એન્કુટાટાશ’ (Enkutatash) સપ્ટેમ્બર મહિનામાં થાય છે. આ દેશ ક્યારેય કોઈનો ગુલામ રહ્યો નથી, તેથી તેમણે પશ્ચિમી કેલેન્ડરને અપનાવવાને બદલે પોતાની સંસ્કૃતિ અને પૌરાણિક માન્યતાઓને વળગી રહેવાનું પસંદ કર્યું છે.

Ethiopia માં વિજ્ઞાન અને ઈતિહાસનો સંગમ

ઇથોપિયામાં (Ethiopia) વપરાતા કેલેન્ડરને ‘કોપ્ટિક કેલેન્ડર‘ સાથે સામ્યતા ધરાવતું માનવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો તે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ અને પૌરાણિક ગણતરીઓનો સમન્વય છે. ઇથોપિયાના લોકો માને છે કે તેમનું કેલેન્ડર વધુ સચોટ છે. આ જ કારણ છે કે પ્રવાસન ક્ષેત્રમાં ઇથોપિયાને ’13 મહિનાના સૂર્યપ્રકાશનો દેશ’ (Land of 13 Months of Sunshine) તરીકે ઓળખવામાં આવે છે.


આ પણ વાંચો: રૂપિયા નહીં પ્લાસ્ટિક આપો અને પેટ ભરીને જમો! જાણો ભારતના આ અનોખા ગાર્બેજ કેફે વિશે

આ પણ વાંચો: બારમેરના દેરાસર ગામની અનોખી કહાની, જાણો કેમ અહીં પુરુષો માટે બીજા લગ્ન કરવા છે અનિવાર્ય

આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની