બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતિષ કૌશિકને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કોરોના સંક્રમિત થયા છે, અને બે દિવસથી ઘરમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે વધુ સારી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું નક્કી કરાયું છે. બુધવારે તેણે કોરોના વેક્સિન લગાવી હતી અને ટ્વિટ કરીને તેના ચાહકોને માહિતી આપી હતી. એવું પણ લખવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન, તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તેઓએ તેમની કોરોના તપાસ કરાવી લેવી જોઈએ. જો કે, આ પછી સતિષ કૌશિકની તબિયત સારી ન હતી અને હવે ડોકટરોની સલાહથી કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ વાતની પુષ્ટિ કરતાં સતિષ કૌશિકના પ્રવક્તાએ કહ્યું કે, “ફિલ્મ નિર્માતાને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર છે.” સતિષ કૌશિક કોરોના રસી લેવાના હતા, ત્યારે જ નબળાઇ અને શરદી બાદ કોરોના ટેસ્ટ અંગે જાણ કરવામાં આવી હતી અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સતીષ કૌશિક તે બધા જ લોકોનો આભાર માને છે જે,તેઓએ તેમના જલ્દીથી સાજા થવા અંગે શુભેચ્છાઓ પાઠવી છે,આજ સુધી બોલિવૂડની અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટ ચડી ચુકી છે . જેમાં બચ્ચન અને કપૂર પરિવારનો સમાવેશ છે.

બીજી તરફ સતિષ કૌશિક પહેલા સાજા થાય તે માટે કલાકારો દ્વારા શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.બોની કપૂર, હિતેન તેજવાણી, અનૂપ સોની, મુકેશ ચબ્બે, તુષાર કપૂર સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હિતેન તેજવાનીએ લખ્યું છે કે, સતીશજીની સંભાળ રાખો અને જલ્દી સ્વસ્થ થાઓ.
