Bhavnagar News: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર આવકથી (Spa Prostitution Property Seizure) ખરીદાયેલી અંદાજે રૂ.80 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. સાથે જ મહિલા સંચાલક સામે PASA હેઠળ કાર્યવાહી કરીને તેની અટકાયત બાદ ભુજની ખાસ જેલમાં મોકલવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, દેહવ્યાપારના કેસમાં ગેરકાયદેસર કમાણીથી ખરીદાયેલી મિલકત જપ્ત કરવાની આ રાજ્યની પ્રથમ કાર્યવાહી માનવામાં આવી રહી છે.
બે સ્પામાં દરોડા બાદ ખુલ્યો સમગ્ર મામલો
ભાવનગર પોલીસે શહેરના બે અલગ-અલગ સ્પા સેન્ટરોમાં (Gujarat Prostitution Case) દરોડા ( Spa Raid) પાડ્યા હતા. તપાસ દરમિયાન મસાજની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
તપાસમાં શું સામે આવ્યું?
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી મહિલાએ વર્ષ 2022માં ભાડે સ્પા શરૂ કર્યો હતો. (Spa Prostitution Property Seizure) બાદમાં કથિત રીતે ગેરકાયદેસર આવકમાંથી જ એ જ મિલકત ખરીદી લેવામાં આવી હતી. તપાસના આધારે આ મિલકતને ગુનાથી પ્રાપ્ત થયેલી આવક (Proceeds of Crime) સાથે જોડાયેલી હોવાનું જણાતા કોર્ટની મંજૂરી બાદ તેને જપ્ત કરવામાં આવી છે.
કોર્ટના આદેશ બાદ મિલકત સીલ
પોલીસે BNSSની સંબંધિત જોગવાઈ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્વારા મિલકત (Illegal Property Seizure) જપ્ત કરવાની મંજૂરી મળ્યા બાદ અધિકારીઓએ સ્થળ પર પહોંચી દુકાનને સીલ મારી કબજામાં લીધી હતી.
મહિલા સામે PASA હેઠળ કાર્યવાહી
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહિલા સામે અગાઉ પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયેલા હતા. ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે PASA હેઠળ અટકાયતનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરીને તેને ભુજની ખાસ જેલમાં મોકલવામાં આવી છે.
સમગ્ર મામલે પોલીસનું નિવેદન
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવેલી સંપત્તિ સામે પણ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી કાર્યવાહીનો હેતુ માત્ર આરોપીઓની ધરપકડ કરવો જ નહીં, પરંતુ ગુનાથી મળેલા આર્થિક લાભોને પણ કાયદેસર રીતે જપ્ત કરવાનો છે.
આ પણ વાંચો: વડોદરાના યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન પરથી દબાણો દૂર, 35 વર્ષની કાનૂની લડત બાદ હાઇકોર્ટના આદેશનું પાલન
