Ahmedabad News/ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા, મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સાબરમતીથી ઝડપાયો

Mehul Dodiya Arrest: રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સહિત 3 આરોપીઓની ધરપકડ. 9 શ્રમિકોના મોત બાદ પોલીસની તપાસ વધુ તેજ બની

Gujrat Top Stories

Ahmedabad Blast Case: રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સઘન સર્ચ ઓપરેશન બાદ પોલીસે મુખ્ય (Mehul Dodiya Arrest) આરોપી મેહુલ ડોડીયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ ઉપરાંત કેસમાં સંડોવણીના આરોપસર સાદિક સૈયદ અને રમીલાબેનની પણ ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી મેહુલ ડોડીયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય બે આરોપી સાદિક સૈયદ અને રમીલાબેનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

બ્લાસ્ટમાં 9 શ્રમિકોના મોત

અમદાવાદ ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ: 9 લોકો મોત છતાં તંત્ર નિષ્ક્રિય!, માત્ર બે ગેરકાયદે એકમો પર જ કાર્યવાહી | Gujarat Samachar

રામોલની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર બ્લાસ્ટમાં 9 નિર્દોષ શ્રમિકોના મોત (Firecracker Factory Explosion)  થયા હતા, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી હતી.

પોલીસ કમિશનરે આપી મહત્વની માહિતી

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે મુખ્ય આરોપી મેહુલ ડોડીયા ઘટનાસ્થળે હાજર હતો. વિસ્ફોટ દરમિયાન તેને પણ ઇજાઓ પહોંચી હતી, પરંતુ ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન બાદ મુખ્ય આરોપી મેહુલ ડોડીયાને (Mehul Dodiya Arrest)ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત ફેક્ટરીના (Illegal Firecracker Factory) સંચાલન સાથે સંકળાયેલા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની પણ ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ દરમિયાન રમીલાબેનને ગંભીર ઇજા પહોંચતાં તેમના કાનના પડદાને નુકસાન થયું હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

અગાઉ બંધ કરાયેલી ફેક્ટરી ફરી શરૂ કરાઈ હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંબંધિત ફટાકડાની ફેક્ટરી અગાઉ સત્તાવાર રીતે બંધ કરાવવામાં આવી હતી. તેમ છતાં, આરોપીઓએ ફરીથી ગેરકાયદેસર રીતે ઉત્પાદન શરૂ કર્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, દાહોદ જિલ્લામાંથી મજૂરોને બોલાવી છેલ્લા લગભગ 25 દિવસથી ફેક્ટરીમાં કામ શરૂ કરાયું હતું. આગામી ગણેશ ચતુર્થી તહેવારને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં મળેલા ફટાકડાના ઓર્ડરો પૂર્ણ કરવા માટે ઉત્પાદન ચાલી રહ્યું હતું.

પોલીસની તપાસ યથાવત

પોલીસ હાલ સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. ફેક્ટરીમાં સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, વિસ્ફોટકોનો જથ્થો કાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો કે નહીં અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ ચાલી રહી છે.ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરશે.


આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલો: 9નાં મોત બાદ સંચાલકો સામે FIR, ગેરકાયદે ચાલતી વધુ બે ફેક્ટરી સીલ

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: લાયસન્સ રદ હોવા છતાં કેવી રીતે ચાલુ રહી ફેક્ટરી? હવે જવાબદારી કોની નક્કી થશે?