Vadodara News/ વડોદરામાં પાંચમા માળેથી લટકતી મહિલાનો થ્રિલિંગ રેસ્ક્યૂ, સ્થાનિકોની સતર્કતાથી બચ્યો જીવ

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં પાંચમા માળેથી લટકતી મહિલા (Woman Rescue )ને સ્થાનિકોએ બચાવી લીધી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે તપાસ શરૂ કરી મહિલાનું કાઉન્સેલિંગ હાથ ધર્યું.

Top Stories Gujarat Vadodara Breaking News
Woman Rescue: વડોદરામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં હાઈવોલ્ટેજ ડ્રામા

Vadodara News: વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક હાઈરાઈઝ બિલ્ડિંગના પાંચમા માળેથી એક મહિલા નીચે પડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જોકે, સ્થાનિક લોકો અને પાડોશીઓની સમયસૂચકતા તથા હિંમતના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને મહિલાનો (Woman Rescue)  જીવ બચી ગયો હતો.

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાને બારીમાંથી લટકતી જોઈને નીચે ઊભેલા લોકો ગભરાટમાં બચાવો-બચાવોની બૂમો પાડતા જોવા મળે છે.

Woman Rescue:પાંચમા માળેથી બારી બહાર લટકી ગઈ મહિલા

મળતી માહિતી મુજબ, વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં બપોરના સમયે આ ઘટના બની હતી. એક મહિલા (Woman Rescue)  જીવન ટૂંકાવવાના ઈરાદે બિલ્ડિંગના પાંચમા માળની બારીમાંથી બહાર લટકી ગઈ હતી.થોડી જ ક્ષણોમાં મહિલા નીચેના માળની બારીના શેડ પર આવીને અટકી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. નીચે ઊભેલા લોકો મહિલાને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા હતા.

પાડોશીની હિંમતથી બચ્યો મહિલાનો જીવ

ઘટના સમયે ઉપરના માળે હાજર એક વ્યક્તિએ પોતાની જાનની પરવા કર્યા વગર વિન્ડોમાંથી હાથ લંબાવ્યો હતો. તેણે મહિલાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો.ત્યારબાદ અન્ય સ્થાનિકોની મદદથી મહિલાને ધીમે ધીમે ઉપર ખેંચવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.સ્થાનિકોની સતર્કતા અને હિંમતને કારણે ગણતરીની મિનિટોમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ ટળી હતી.

રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. જેમાં મહિલા (Woman Rescue) ને બચાવવા માટે લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત અને આસપાસનો તણાવપૂર્ણ માહોલ જોવા મળે છે.વીડિયો વાયરલ થયા બાદ લોકો સ્થાનિકોની હિંમત અને સમયસર કરેલી મદદની પ્રશંસા કરી રહ્યા છે.

પોલીસે શરૂ કરી તપાસ, મહિલાનું થશે કાઉન્સેલિંગ

ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ મહિલાની મુલાકાત લીધી હતી.મહિલાએ કયા કારણોસર આ પ્રકારનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને મહિલાનું કાઉન્સેલિંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.પોલીસનું માનવું છે કે કાઉન્સેલિંગ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવી શકે છે.


આ પણ વાંચો:મહિલાએ નદીમાં કુદકો તો માર્યો પણ સાડી પુલ સાથે અટવાઇ ગઇ અને પછી લટકતી….

આ પણ વાંચો:વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને કરી ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચો:વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાની રહસ્યમય આત્મહત્યા