Ahmedabad News/ વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસનો મોટો એક્શન: ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ તોડી પાડવામાં આવી, હવે સ્ટોરેજ પર પણ નજર

Firecracker Factory Demolition: વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ અને AMCએ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ સામે કાર્યવાહી શરૂ કરી. અનેક યુનિટ્સ તોડી પાડવામાં આવી, હવે સ્ટોરેજ અને વેચાણ કેન્દ્રો પર પણ ચેકિંગ થશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Firecracker Factory Demolition : 9 લોકોના મોત બાદ પોલીસ સખ્ત, ગેરકાયદે ફાયરવર્ક્સ યુનિટ્સ પર બુલડોઝર ચાલ્યું

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory Demolition)માં થયેલા જીવલેણ વિસ્ફોટ બાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયા છે. દુર્ઘટના બાદ ગેરકાયદે રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારોમાં આવેલી ગેરકાયદે ફાયરવર્ક્સ યુનિટ્સને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્લાસ્ટ બાદ આસપાસની ફેક્ટરીઓ પર દરોડા

પ્રાથમિક તપાસ બાદ પોલીસ અને AMCની ટીમે વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory Demolition) તેમજ નજીકના વિસ્તારમાં આવેલી અન્ય એક ફેક્ટરી સામે ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.જેસીબીની મદદથી બંને સ્થળોએ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Firecracker Factory Demolition: ગેરકાયદે ફેક્ટરીઓ સામે ઝીરો ટોલરન્સ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વસ્ત્રાલ વિસ્તાર અને તેની આસપાસ કુલ 13 ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory Demolition)ઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાં કેટલીક ફેક્ટરીઓ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું.બ્લાસ્ટ બાદ જોખમરૂપ ગણાતી ફેક્ટરીઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બાકીની જગ્યાઓની પણ તપાસ ચાલી રહી છે.

હવે સ્ટોરેજ અને વેચાણ કેન્દ્રો પણ તપાસ હેઠળ

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી માત્ર ઉત્પાદન એકમો સુધી મર્યાદિત નહીં રહે. હવે ફટાકડાનો જથ્થો સંગ્રહતા અને વેચાણ કરતા વેપારીઓના સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવશે.જો કોઈ વેપારી પાસે લાયસન્સ હોવા છતાં સુરક્ષા નિયમો અથવા લાઇસન્સની શરતોનો ભંગ થતો જણાશે તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો

વસ્ત્રાલમાં થયેલી દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકો અને નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ લાંબા સમયથી ચાલતી હોવા છતાં અગાઉ કાર્યવાહી કેમ ન કરવામાં આવી.આ ઘટનાએ જોખમી ઉદ્યોગો પર દેખરેખ અને નિયમિત ચેકિંગની જરૂરિયાતને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.

તપાસ અને કાર્યવાહી ચાલુ

પોલીસે જણાવ્યું છે કે શહેરમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે જોડાયેલા તમામ સ્થળોની તપાસ ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો.

આ પણ વાંચો:વસ્ત્રાલમાં 2014માં પણ થયો હતો ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 14 વર્ષીય બાળમજૂરનું થયું હતું મોત; આજે ફરી ન્યાયની માંગ ઉઠી

આ પણ વાંચો:અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ PM મોદી અને CMએ વ્યક્ત કર્યો શોક, મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત