Valsad News/ ઘૂંટણસમા પાણીમાં 112 ટીમનો માનવતાભર્યો પ્રયાસ, 10 વર્ષની બાળકીને માતા સુધી પહોંચાડી

Humanitarian Police: વલસાડમાં ભારે વરસાદ વચ્ચે 112 જનરક્ષક ટીમે માતાથી વિખૂટી પડેલી 10 વર્ષીય બાળકીને સુરક્ષિત રીતે પરિવાર સાથે ભેળવી દીધી. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ પોલીસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

Gujrat Trending
Humanitarian Police: 112 ટીમે નિભાવી સાચી ફરજ

Valsad News: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે ગુજરાત પોલીસની 112 જનરક્ષક ટીમે ફરજ અને (112 Janrakshak Team) સંવેદનશીલતાનું (Humanitarian Police) ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માતાથી વિખૂટી પડેલી 10 વર્ષીય બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડીને પોલીસે માનવતાની મિસાલ કાયમ કરી છે.

મધરાતે કંટ્રોલ રૂમને મળ્યો બાળકી એકલી હોવાનો કોલ

માહિતી અનુસાર, ગત રાત્રે લગભગ 2 વાગ્યે 112 કંટ્રોલ (112 Janrakshak Team) રૂમને વલસાડ એસટી ડેપો ખાતે એક દસ વર્ષીય બાળકી એકલી (Lost Girl Found)હોવાનું જાણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર આસપાસ તપાસ કરવા છતાં બાળકીના કોઈ વાલી કે પરિવારજનો મળી આવ્યા નહોતા. ત્યારબાદ કંટ્રોલ રૂમે તાત્કાલિક વલસાડ સિટી પોલીસની (Humanitarian Police) 112 જનરક્ષક ટીમને જાણ કરી હતી.કોલ મળતા જ 112 જનરક્ષક ટીમના ASI દર્પણ ચાવડા અને પાયલોટ રંજનસિંહ બારીયા તાત્કાલિક એસટી ડેપો પહોંચ્યા હતા. પોલીસે બાળકીને વિશ્વાસમાં લઈને સુરક્ષિત રીતે પોતાની સાથે રાખી અને તેના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો.

ઘૂંટણસમા પાણીમાં બાળકીને ખોળામાં ઉંચકી શોધ્યું ઘર

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બાળકીને પોતાનું ચોક્કસ (Humanitarian Police) ઘર ઓળખવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી સ્થિતિમાં ASI દર્પણ ચાવડાએ બાળકીને ખોળામાં ઉંચકીને પાણીમાંથી પસાર થઈ આસપાસના વિસ્તારમાં તેના ઘરનો શોધખોળ શરૂ કર્યો.લગભગ દસ મિનિટની જહેમત બાદ બાળકીને પોતાનું ઘર ઓળખાઈ ગયું અને તેણે પોલીસને યોગ્ય સરનામું બતાવ્યું.

માતા સાથે કરાવ્યો ભાવુક મેળાપ

પોલીસે ઘરનો દરવાજો ખખડાવી બાળકીની માતાને જગાડી અને બાળકીને સુરક્ષિત (Police Help Child) રીતે તેમના હવાલે કરી. અચાનક પોતાની દીકરીને સુરક્ષિત જોઈ માતાએ રાહતનો શ્વાસ લીધો અને 112 જનરક્ષક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.બાળકીને પરિવારને સોંપ્યા બાદ પોલીસે માતાને બાળકોની સુરક્ષા અને દેખરેખ રાખવા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પોલીસની સતર્કતા અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી છે.


આ પણ વાંચો: ઓપરેશન મિલાપ : ગુમ થયેલા 11ને ઘર પહોંચાડી ડાંગ પોલીસે લખી દીધી માનવતાની મિસાલ

આ પણ વાંચો: બોપલ પોલીસની સરાહનીય કામગીરી: PI બી. ટી. ગોહિલની સમયસુચકતાથી બચ્યા ત્રણ જીવ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી માહોલ, પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં મેઘમહેર