મુંબઇ,
બોલિવૂડ એક્ટ્રેસ,આલિયા ભટ્ટની માતા અને સીનીયર એક્ટ્રેસ સોની રાઝદાનને તેમની સાથે થયેલ સેક્સુઅલ હેરસમેંટની ઘટનાને સામે લાવ્યા છે.જોકે તેઓ કોઈ વ્યક્તિનું નામ આપ્યું નથી પરંતુ કહ્યું કે ‘કોઇકે તેમના સાથે રેપ કરવાની કોશિશ કરી હતી.
એક વેબસાઈટને ઇન્ટરવ્યુ આપતા સોનીએ જણાવ્યું કે તે ભાગ્યશાળી છે કે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે યૌન શોષણનો સામનો કરવો પડ્યો નથી પરંતુ તેઓ એક ફિલ્મ શૂટ કરી રહ્યા હતા ત્યારે ‘કોઈ કે તેમના સાથે રેપ કરવાની કોશિશ કરી હતી..’.સોનીએ કહ્યું કે મારા સદનસીબે તે સફળ થઇ શક્યો નહીં.
સોનીએ એમ પણ કહ્યું કે તેમણે આ બનાવ વિશે તેમણે ક્યારેય ફરિયાદ નથી કરી. રીપોર્ટ અનુસાર તેઓ એ ઘટના પર એટલા માટે ચુપ રહ્યા કેમ કે તેઓ ઈચ્છતા નહતા કે તે વ્યક્તિનો પરિવાર આ વિશે જાણે અને પીડાઓથી પસાર થાય. સોનીએ જણાવ્યું કે તેઓ એટલા માટે ચુપ રહ્યા કેમકે જો તેમને આ વિશે કંઈ પણ બોલશે તો તે માણસ ખુબ જ મુસીબતોમાં આવી જશે કારણકે તેની પત્ની અને નાના બાળકો છે.
સોનીએ જણાવ્યું કે તેઓ એ રીતે રહ્યાં કે જાણે કંઈ જ થયું નથી અને આ પરિસ્થતિને સંભાળવાની કોશિશ કરી. તેઓ શરમના કારણે ચુપ રહ્યા નહોતા પરંતુ એ માટે ચુપ રહ્યા કે તે માણસના પરિવારને દુઃખ થશે જેને તેઓ સારી રીતે ઓળખે છે.
જોકે તેઓએ એ પણ કહ્યું કે જો તેવુ આજે થયું હોત તો તેઓ ચુપ ના રહ્યાં હોત. સોની કહે છે કે ‘હું આ પ્રકારની ઉદારતા ન બતાવત અને કદાચ હું તેના વિશે ફરિયાદ કર દેત.
આપને જણાવી દઈએ કે સોનીની જેમ ઘણા એક્ટર્સ છે જેણે પરનો આરોપ મુક્યો છે. જેમ કે વીંતા નંદાએ આલોક નાથ પર રેપનો આરોપ લગાવ્યો છે. એટલું જ નથી તેની સાથે બીજી ઘણી મહિલાઓએ આલોક નથી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સોનીએ દાવો કર્યો છે કે તેમને આલોક નાથને દારૂ પીને ખરા હરકતો કરતા જોયા છે.
મહત્વનું છે કે સોની રાજદાન એબોલિવૂડ સેલીબ્રીટીઝમાંથી એક છે જે ભારતના #MeToo કેમ્પેનના સપોર્ટમાં છે.
