Vav Tharad News/ વાવ-થરાદ જિલ્લાને મળ્યું GJ-40 RTO કોડ, થરાદમાં નવી RTO કચેરી શરૂ

GJ-40 RTO Vav Tharad: ગુજરાત સરકારે વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે GJ-40 RTO કોડ સાથે થરાદ ખાતે નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી શરૂ કરી છે. જાણો તમામ લાયસન્સ સહિતની સેવાઓ..

Gujarat Top Stories
GJ-40 RTO Vav Tharad: વાવ-થરાદને મળ્યું GJ-40

Vav Tharad News: ગુજરાત સરકારે વાવ-થરાદ જિલ્લાના નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાવ-થરાદ જિલ્લાને GJ-40 વાહન (GJ-40 RTO Vav Tharad) નોંધણી કોડ ફાળવવામાં આવ્યો છે અને થરાદ ખાતે નવી સહાયક (Tharad RTO Office) પ્રાદેશિક વાહન વ્યવહાર (RTO) કચેરી કાર્યરત કરવામાં આવી છે. 22 જુલાઈ, 2026થી શરૂ થયેલી આ કચેરી દ્વારા વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત વિવિધ સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે.

GJ-40 RTO Vav Tharad: 22 જુલાઈથી નવી RTO કચેરી કાર્યરત

ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 22 જુલાઈ, 2026થી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40) નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે શરૂ કરવામાં આવી છે.

આઠ તાલુકાના નાગરિકોને મળશે સીધો લાભ

વાવ-થરાદ જિલ્લાના દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવેથી પોતાના વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું પડશે નહીં અને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મુ. બુઢનપુર, થરાદ-સાંચોર હાઇવે, થરાદ, જી. વાવ-થરાદ ખાતે કાર્યરત કરવામાં આવી છે. હવે આ વિસ્તારોના લોકોને વાહન સંબંધિત કામ માટે અન્ય જિલ્લામાં જવાની જરૂર રહેશે નહીં.

સ્થાનિક સ્તરે મળશે તમામ RTO સેવાઓ

નવી કચેરીમાં નાગરિકોને વાહન અને લાયસન્સ (Driving Licence Tharad) સંબંધિત અનેક મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ સેવાઓમાં સમાવેશ થાય છે: વાહન માલિકી ફેરફાર, સરનામું સુધારણા, હાઇપોથેકેશન ઉમેરવું / રદ કરવું, વાહન વેરો ભરપાઈ કરવો, ફેન્સી નંબર સંબંધિત સેવાઓ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ સંબંધિત સેવાઓ તથા ઈ-ચલણ જેવી વિવિધ સેવાઓ નવી કચેરી ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે.નવી RTO કચેરી શરૂ થતાં વાવ-થરાદ જિલ્લાના હજારો નાગરિકોને વાહન સંબંધિત કામગીરી માટે દૂર સુધી જવું પડશે નહીં. સ્થાનિક સ્તરે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનવાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થશે તેમજ સરકારી સેવાઓ વધુ સરળ અને ઝડપી બનશે.

વાહન વ્યવહાર સેવાઓમાં વધશે પારદર્શિતા

સરકારે જણાવ્યું છે કે નવી કચેરી શરૂ થવાથી વાહન વ્યવહાર વિભાગની સેવાઓ વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે. નાગરિકોને ઝડપી સેવા મળી રહે તે માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રણ જિલ્લાઓની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા દરમિયાન રૂટ ડાયવર્ઝનથી ઈસ્યુ થયેલા 1,855 ઈ-મેમો રદ, ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય