National News/ જંતર-મંતર પર પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ફરી અથડામણ: પથ્થરમારો બાદ પોલીસે છોડ્યા ટીયર ગેસ

Jantar Mantar Protest: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ફરી અથડામણ સર્જાઈ. પથ્થરમારો બાદ પોલીસે ટીયર ગેસ છોડ્યા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

NATIONAL Top Stories
Jantar Mantar Protest: પોલીસ-વિદ્યાર્થીઓ આમને-સામને

New Delhi News: દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar Protest) ખાતે બુધવારે રાત્રે વિદ્યાર્થીઓ અને પોલીસ ( Student Protest Delhi) વચ્ચે ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો ( Stone Pelting at Jantar Mantar) કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.પરિસ્થિતિ બેકાબૂ બનતા RAFએ ભીડને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે બે થી ત્રણ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસે જણાવ્યું કે કાર્યવાહી બાદ વિસ્તારમાં સ્થિતિ ધીમે-ધીમે નિયંત્રણમાં આવી હતી.

ઘટના બાદ ટોલ્સટોય માર્ગ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાના પોલીસ જવાનો અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Jantar Mantar Protest: પોલીસ-વિદ્યાર્થીઓ આમને-સામને
Jantar Mantar Protest: પોલીસ-વિદ્યાર્થીઓ આમને-સામને

ઘટના દરમિયાન બનેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારીઓના હાથમાં લાકડીઓ જોવા મળે છે અને પોલીસ સાથે ધક્કામુક્કી તેમજ અથડામણના દૃશ્યો પણ સામે આવ્યા છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

Jantar Mantar Protest: પોલીસ-વિદ્યાર્થીઓ આમને-સામને
Jantar Mantar Protest: પોલીસ-વિદ્યાર્થીઓ આમને-સામને

Jantar Mantar Protest: 20 જુલાઈએ પણ થઈ હતી અથડામણ

આ પહેલાં 20 જુલાઈએ સંસદ તરફ કૂચ દરમિયાન પણ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓ સંસદના પ્રવેશદ્વાર નજીક પહોંચી જતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ લાઠીચાર્જ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

સ્થિતિ પર પોલીસની નજર

બુધવારની ઘટનાને પગલે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ રહ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો: જંતર-મંતર લાઠીચાર્જ કેસ: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને પોલીસને ફટકારી નોટિસ

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી ટાળી, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી

આ પણ વાંચો: શરદ પવાર અને સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત બાદ NDAમાં જોડાવાની અટકળો તેજ, NCP(SP)એ આપી સ્પષ્ટતા