Gandhinagar News/ સાયબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક: હર્ષ સંઘવીએ બેંકો-પોલીસ સાથે યોજી હાઇ લેવલ બેઠક

Harsh Sanghavi Cyber Meeting:

Uncategorized
Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય

Gandhinagar News: રાજ્યમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને સાઇબર ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ અગ્રણી બેંકોના પ્રતિનિધિઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક(Harsh Sanghavi Cyber Meeting) યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ફ્રોડનો (Digital Fraud Prevention) ભોગ બનતા નાગરિકોના નાણાંને ઝડપથી સુરક્ષિત રાખવા માટે પોલીસ અને બેંકિંગ સિસ્ટમ વચ્ચે વધુ મજબૂત સંકલન ઊભું કરવાનો હતો.

Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય
Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય

Harsh Sanghavi Cyber Meeting: ‘ગોલ્ડન અવર’માં ખાતા ફ્રીઝ કરવાની ઝડપી વ્યવસ્થા પર ભાર

બેઠક દરમિયાન ફ્રોડ (Online Fraud Prevention) થયા બાદના સૌથી મહત્વપૂર્ણ ‘ગોલ્ડન અવર’માં (Cyber Fraud Golden Hour)  પીડિતના ટ્રાન્સફર થયેલા નાણાં સંબંધિત બેંક ખાતામાં તાત્કાલિક ફ્રીઝ કરી શકાય તેવી વધુ ઝડપી અને રિયલ-ટાઇમ વ્યવસ્થા વિકસાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આવા પરિણામલક્ષી પ્રયાસની શરૂઆત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સાઇબર ફ્રોડના ડેટાનું એનાલિસિસ કરીને નવી રણનીતિ

Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય
Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય

હર્ષ સંઘવીએ અત્યાર સુધી નોંધાયેલા (Harsh Sanghavi Cyber Meeting) તમામ સાઇબર ફ્રોડના કેસો અને ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને ગુનેગારોની કાર્યપદ્ધતિ (Modus Operandi) સમજવા અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા આગોતરા પગલાં લેવા સૂચના આપી હતી.તેમણે જણાવ્યું કે, “એકાઉન્ટ ફ્રીઝ કરવામાં માત્ર બે મિનિટનો વિલંબ પણ કોઈ પરિવારની આખી જિંદગીની કમાણી જોખમમાં મૂકી શકે છે. આ માત્ર સરકારી પ્રક્રિયા નથી, પરંતુ નાગરિકોના ડિજિટલ બેંકિંગ પરના વિશ્વાસને જાળવવાનો પ્રયાસ છે.”

સિનિયર સિટિઝન્સ માટે બેંકોને ખાસ સૂચના

બેઠકમાં ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાઇબર ફ્રોડમાં સૌથી વધુ ભોગ બનતા સિનિયર સિટિઝન્સ અંગે પણ ચર્ચા થઈ હતી. હર્ષ સંઘવીએ બેંક અધિકારીઓને સૂચના આપી કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડવા અથવા મોટી રકમ ઉપાડવા આવે તો સ્ટાફે સંવેદનશીલતા સાથે તેની ખરાઈ કરવી જોઈએ.તેમણે અમદાવાદની એક બેંકનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે સ્ટાફની સતર્કતાના કારણે એક નાગરિકના લાખો રૂપિયા બચાવવામાં સફળતા મળી હતી.

પોલીસ અને બેંકો વચ્ચે રિયલ-ટાઇમ માહિતીની આપ-લે

બેઠકમાં ગૃહ વિભાગ, પોલીસ અને બેંકો વચ્ચે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકાયો હતો. બેંકોની ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે તાત્કાલિક માહિતી પોલીસને મળે તો સાઇબર ફ્રોડ રોકવામાં વધુ સફળતા મળી શકે તેવું જણાવાયું.

5,300થી વધુ બેંક શાખાઓ જોડાઈ

Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય
Harsh Sanghavi Cyber Meeting: હર્ષ સંઘવીનો મોટો નિર્ણય

આ બેઠકમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ ગુપ્તા, રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરની 5,300થી વધુ બેંક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા.બેઠકના અંતે સાઇબર ફ્રોડના કેસોમાં નાગરિકોના નાણાં બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ અને બેંક પ્રતિનિધિઓને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો: માંગરોળમાં કરોડોની નગરપાલિકા જમીન પર કબજાનો પ્રયાસ? બોગસ દસ્તાવેજોના આધારે દબાણના આક્ષેપ, સિટી સર્વે વિભાગ સવાલોમાં

આ પણ વાંચો: લોકસભા સત્ર વચ્ચે પણ સાંસદ ધવલ પટેલ સતત સક્રિય, વલસાડમાં રાહત કામગીરીનું સંકલન

આ પણ વાંચો: જંતર-મંતર પર પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ફરી અથડામણ: પથ્થરમારો બાદ પોલીસે છોડ્યા ટીયર ગેસ