New Delhi News/ દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) પર ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન બહારના દેશોમાંથી પણ ખાવા-પીવાના ઓર્ડર મોકલાતા હોવાનો દાવો સામે આવ્યો છે

Top Stories India
દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)વિસ્તારમાં બુધવારે રાત્રે પ્રદર્શન (Delhi Protest)દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી

New Delhi News : દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)વિસ્તારમાં બુધવારે રાત્રે પ્રદર્શન (Delhi Protest)દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓએ ટોલ્સટોય માર્ગ નજીક પોલીસ પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ ઘટનામાં કનોટ પ્લેસના એસીપી વિવેક ભગત (ACP Vivek Bhagat)ઘાયલ થયા હતા.

સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારીઓના હાથમાં લાકડીઓ જોવા મળે છે અને પોલીસ સાથે ઘર્ષણ થતું નજરે પડે છે. લગભગ 15 મિનિટ સુધી ચાલેલા તણાવ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

આ પહેલાં દિવસ દરમિયાન પંજાબી બાગના ACP જય પ્રકાશ પણ પ્રદર્શન દરમિયાન થયેલા પથ્થરમારા(Stone Pelting)માં ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે એક પથ્થર સીધો તેમના કપાળ પર વાગ્યો હતો.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (Delhi Metro0ના 16 સ્ટેશન આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા CJP સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે જંતર-મંતર આસપાસ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. સંગઠનના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે અને પોલીસને બળપ્રયોગ ન કરવાની અપીલ કરી છે.

તે ઉપરાંત, જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન બહારના દેશોમાંથી પણ ખાવા-પીવાના ઓર્ડર મોકલાતા હોવાનો દાવો સામે આવ્યો છે

ઝપાઝપીમાં ACP સહિત બે પોલીસકર્મી ઘાયલ

સંસદ માર્ગ પર CP તરફ જતા રસ્તા પર T-પોઈન્ટ પાસે ફરી હિંસા થઈ છે. ACP સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા છે. દિલ્હી પોલીસ કમિશનર સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે.


આ પણ વાંચો : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ માટે આપ પાર્ટીનું 7 એપ્રિલે જંતરમંતર પર ‘ઉપવાસ’ આંદોલનનું એલાન

આ પણ વાંચો : જંતર મંતર પરથી રાહુલ ગાંધીએ ભરી હુંકાર, કહ્યું, “મોદી છે દલિત વિરોધી”

આ પણ વાંચો : ચિદમ્બરમની ધરપકડ વિરુદ્ધ, પુત્ર કાર્તિક,  જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરશે