Rajkot News: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન (Rajkot Land Violation)ના ગેરકાયદે ઉપયોગ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેતીની જમીનનો બિનખેતી (NA) મંજૂરી વિના અથવા મંજૂર શરતોના ઉલ્લંઘન કરીને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે.રાજકોટ જિલ્લામાં 25 માર્ચ 2026થી 16 જુલાઈ 2026 દરમિયાન શરતભંગના કુલ 18 કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં જિલ્લા તંત્ર દ્વારા કુલ રૂ.2.18 કરોડથી વધુનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે ખેતીની જમીનો પર બિનખેતીની મંજૂરી લીધા વગર હોટલ, પાર્ટી પ્લોટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓઈલ મિલ સહિતના કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવ્યા હતા.
તન્ના સ્પોર્ટ્સ એકેડમીને રૂ.33.12 લાખનો દંડ
રાજકોટ શહેરમાં શરતભંગના બે મહત્વના કેસ સામે આવ્યા છે. જેમાં યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન પર તન્ના સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.ખેતીની જમીન (Rajkot Land Violation)નો મંજૂરી વગર વ્યાવસાયિક ઉપયોગ કરાતા તંત્ર દ્વારા એકેડમીને રૂ.33.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણ વિસ્તારમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતા સૌથી વધુ રૂ.48.50 લાખનો દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
3 લાખ ચોરસ મીટરથી વધુ જમીન (Rajkot Land Violation)નો ગેરકાયદે ઉપયોગ
જિલ્લા વહીવટી તંત્રના આંકડા મુજબ રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 3,07,154 ચોરસ મીટર ખેતીની જમીન (Rajkot Land Violation)નો નિયમ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જમીનનો ઉપયોગ પાર્ટી પ્લોટ, હોટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓઈલ મિલ અને અન્ય બાંધકામ માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 અને 66 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કયા સ્થળે કેટલો દંડ ફટકારાયો?
ખોખડદળ (રાજકોટ): રૂ.2,77,630
મુંજકા (રાજકોટ): રૂ.1,70,846
મુંજકા (રાજકોટ): રૂ.24,77,380
આટકોટ (જસદણ): રૂ.12,141
પાળ (લોધીકા): રૂ.7,46,230
આટકોટ (જસદણ): રૂ.7,986
જેતપુર: રૂ.13,20,270
નવાગામ (જસદણ): રૂ.4,864
ફરેણી (ધોરાજી): રૂ.49,200
પારડી (લોધીકા): રૂ.5.28 લાખ
પાળ (લોધીકા): રૂ.10,85,780
ઢોલરા (લોધીકા): રૂ.4,04,910
ઢોલરા (લોધીકા): રૂ.6,14,100
રૈયા-4 (રાજકોટ પશ્ચિમ): રૂ.33,12,270
પાળ (લોધીકા): રૂ.27,29,010
પાળ (લોધીકા): રૂ.27,29,010
ખોખડદળ (રાજકોટ): રૂ.4,91,019
રાજકોટ દક્ષિણ: રૂ.48,50,790
કુલ દંડ: રૂ.2,18,11,436
આ પણ વાંચો:મહેસાણામાં શાળા-મંદિરની જમીન પર ગેરકાયદે કબજાનો પ્રયાસ, બે NRI સહિત 14 સામે ગુનો
આ પણ વાંચો:કચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્ત
