IND vs ZIM: હરારેમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 7 વિકેટે (Team India Victory) હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ (India vs Zimbabwe 1st T20) લીડ મેળવી છે. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે માત્ર 13.2 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સતત હારના સિલસિલાનો પણ અંત લાવ્યો.
વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી સરળ બની જીત

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં અભિષેક શર્માના રૂપમાં ઝટકો લાગ્યો હતો. જોકે ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરતાં માત્ર 19 બોલમાં અડધી સદી (Vaibhav Suryavanshi Fifty) ફટકારી મેચનો રંગ બદલી નાખ્યો. તેણે 50 રનની ઝડપી ઇનિંગ રમી ટીમને જીતના પંથે આગળ ધપાવી હતી.
ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની ઉપયોગી ઇનિંગ્સ
વૈભવ બાદ ઈશાન કિશને (Ishan Kishan) 24 બોલમાં 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 24 બોલમાં 28 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો હતો, જ્યારે તિલક વર્માએ 6 રનનું યોગદાન આપીને ટીમને વિજય સુધી પહોંચાડી હતી.
ઝિમ્બાબ્વે 125 રન સુધી જ સીમિત રહ્યું
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 125 રન બનાવ્યા હતા. વેસ્લી માધેવેરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, જ્યારે તાદિવાનાશે મારુમાની 27 રન સાથે અણનમ રહ્યો હતો. રેયાન બર્લે પણ 26 રનનું યોગદાન આપ્યું હતું.
મયંક અને પ્રિન્સ યાદવની અસરકારક બોલિંગ
ભારત તરફથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. મયંક યાદવે પ્રથમ જ બોલે બ્રાયન બેનેટને આઉટ કરીને ઝિમ્બાબ્વેને શરૂઆતમાં જ મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પ્રિન્સ યાદવ અને શિવમ દુબેએ પણ મહત્વની વિકેટો લઈને ઝિમ્બાબ્વેને મોટો સ્કોર બનાવતા અટકાવ્યું હતું.
ટોસ જીતી ભારતે પહેલા બોલિંગ પસંદ કરી
ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી અશોક શર્માએ T20માં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે ઝિમ્બાબ્વે તરફથી બેન કુરાન અને ન્યુમેન ન્યામહુરીએ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
હવે બીજી મેચ પર સૌની નજર
પ્રથમ મેચમાં જીત સાથે ભારતે શ્રેણીમાં મજબૂત શરૂઆત કરી છે. હવે બીજી T20 મેચમાં જીત મેળવી શ્રેણી પોતાના નામે કરવાની ટીમ ઈન્ડિયાની નજર રહેશે, જ્યારે ઝિમ્બાબ્વે કમબેક કરીને શ્રેણી બરાબર કરવાની કોશિશ કરશે.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026: ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓ રચશે ઈતિહાસ; જાણો 126 એથ્લીટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ
આ પણ વાંચો: રોહિત શર્મા-નીતા અંબાણીની મુલાકાતે અટકળો તેજ, શું IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં બદલાશે કેપ્ટન?
આ પણ વાંચો: “મેં રોહિત શર્મા પર ભરોસો ન કર્યો, સોરી હિટમેન!”-સંજુ સેમસનનો સનસનાટીભર્યો ખુલાસો
