Ahmedabad News/ અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયા, તમામને સુરક્ષિત બહાર કાઢ્યા

Construction Site Accident : અમદાવાદમાં અતિભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયાની ઘટના સામે આવી છે. બોપલ-સરખેજમાં 16 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે

Top Stories Ahmedabad Gujarat
Construction Site Accident: આખી રાત રેડ એલર્ટ

Ahmedabad Heavy Rain: અમદાવાદના પારસનગર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કન્સ્ટ્રક્શન સાઇટ ( Construction Site Accident)  પર મજૂરો દટાયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક ત્રણ ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બોપલ-સરખેજમાં 16 ઇંચ સુધી વરસાદ, શહેર પાણીમાં ગરકાવ

અમદાવાદમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે (Ahmedabad Flood) સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. બોપલ, સરખેજ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 16 ઇંચ સુધી વરસાદ નોંધાતા અનેક સોસાયટીઓ, બંગલાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અનેક વિસ્તારોમાં લોકો ઘરોમાં જ ફસાઈ ગયા છે.

સિંધુભવન, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં જળબંબાકાર

સિંધુભવન રોડ, એસજી હાઇવે, બોપલ સહિતના મુખ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. શહેરભરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તાઓ પર અટવાયા છે. પેલેડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં ફસાયો હતો.

વાસણા બેરેજના દરવાજા ખોલાયા, થલતેજમાં મૃતદેહ મળ્યો

ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશનની નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે અંડરબ્રિજો બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત

શહેરના અનેક અંડરબ્રિજોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સ્કૂલોમાં રજા, આખી રાત રેડ એલર્ટ યથાવત

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ શાળાઓમાં 24 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે શહેર માટે સવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકો દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો મહાકહેર: 10 અંડરબ્રિજ બંધ; AMCની વર્ક ફ્રોમ હોમની અપીલ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર