Tapi News : તાપી (Tapi)જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Rain)ના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. પંચાયત (માર્ગ-મકાન) વિભાગ હસ્તકના કુલ 145 રસ્તાઓ પર વાહનવ્યવહાર તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલાક માર્ગોને નુકસાન પહોંચતા સુરક્ષાના હેતુસર અવરજવર બંધ કરવામાં આવી છે.
તાપી જિલ્લામાં (Tapi) રસ્તાઓ બંધ થતા પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત તમામ સ્થળોએ માર્ગ પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. વરસાદ (Rain)નું પાણી ઓસરતાની સાથે જ રસ્તાઓને ઝડપથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવશે.

સૌથી વધુ અસર ડોલવણ તાલુકામાં જોવા મળી છે, જ્યાં 61 રસ્તાઓ બંધ (Road Closure) છે. ત્યારબાદ વ્યારા તાલુકામાં 45, વાલોડમાં 18, સોનગઢમાં 12 અને ઉકાઈમાં 8 રસ્તાઓ પર પાણી ભરાવા અથવા માર્ગને થયેલા નુકસાનના કારણે વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.
જોકે રાહતની વાત એ છે કે ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં પંચાયત વિભાગ હસ્તકનો એકપણ રસ્તો બંધ નથી અને ત્યાં વાહનવ્યવહાર સામાન્ય રીતે ચાલુ છે.
તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, બંધ માર્ગો પરથી પસાર ન થવા અને માત્ર અધિકૃત માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવાની અપીલ કરી છે. માર્ગોની સ્થિતિમાં સતત સુધારો થતાં તબક્કાવાર તમામ રસ્તાઓ ફરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:અમરેલી-બગસરા નેશનલ હાઇવે બંધ: સાતલડી નદીમાં પૂરથી પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ
