Ahmedabad News/ બાવળા નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ, ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ

બાવળા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Ahmedabad Rajkot Highway)પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી

Top Stories Ahmedabad Gujarat
શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Ahmedabad Rajkot Highway)પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી

Ahmedabad News : ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ની અસર હવે રાજ્યના મુખ્ય માર્ગો પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Ahmedabad Rajkot Highway)પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી. રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક પર પાણી ભરાતા વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી છે.

હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામીણ પોલીસે તાત્કાલિક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે અને મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. હાલ અમદાવાદથી રાજકોટ જતાં વાહનોને સનાથલથી અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે મારફતે વેજલકા ઇન્ટરસેક્શન થઈ બગોદરા તરફ મોકલવામાં આવી રહ્યા છે.

તે જ રીતે રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનો માટે પણ બગોદરા-વેજલકા ઇન્ટરસેક્શન-અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે-સનાથલ માર્ગ નક્કી કરવામાં આવ્યો છે જેથી હાઇવે પરનો ટ્રાફિક સરળતાથી સંચાલિત થઈ શકે.

પોલીસની મહત્વની અપીલ

અમદાવાદ ગ્રામીણ પોલીસે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ભારે વરસાદ દરમિયાન સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અને અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા ડાયવર્ઝન રૂટનું પાલન કરવાની અપીલ કરી છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી મુસાફરોને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

બાવળામાં 900 લોકોનું સફળ રેસ્ક્યૂ

ભારે વરસાદ વચ્ચે બાવળાના ગેલોપ્સ પાર્ક નજીક પૂરના પાણીમાં આશરે 900 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર પણ સતત નજર રાખી રહ્યું હતું.

રાજ્યમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ

આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

આ પણ વાંચો:બોપલમાં જળભરાવની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, સેન્ટોસા પાર્કમાં 20 પરિવારો હજુ પણ ફસાયેલા