Ahmedabad News/ અમદાવાદ-વિરમગામ હાઇવે ફરી શરૂ, પરંતુ ટુ-વ્હીલર વાહનો પર હજુ પ્રતિબંધ

Ahmedabad Viramgam Highway: ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે બંધ કરાયેલ અમદાવાદ-વિરમગામ હાઇવે 24 કલાકથી ઓછા સમયમાં ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે, હાલ ટુ-વ્હીલર વાહનોને હાઇવે પર અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી નથી

Top Stories Gujarat
Ahmedabad Viramgam Highway: હાઇવે પર ફરી દોડ્યાં વાહનો

Ahmedabad Viramgam Highway: ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે બંધ કરાયેલ અમદાવાદ-વિરમગામ હાઇવે આજે સાંજે ફરી ટ્રાફિક માટે ખુલ્લો (Highway Open) મુકવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પોલીસે સત્તાવાર માહિતી આપી છે.

Ahmedabad Viramgam Highway: ભારે વરસાદ બાદ હાઇવે કરાયો હતો બંધ

અમદાવાદને વિરમગામ મારફતે (Viramgam Highway )સુરેન્દ્રનગર અને કચ્છ સાથે જોડતો આ મહત્વપૂર્ણ હાઇવે ગઈકાલે મોડી સાંજે ભારે વરસાદ, પૂરના પાણી અને પાણી ભરાવાને કારણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો.

24 કલાકથી ઓછા સમયમાં વાહનવ્યવહાર શરૂ

જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, પરિસ્થિતિમાં સુધારો થતાં 24 કલાકથી ઓછા સમયમાં હાઇવે ફરીથી ટ્રાફિક માટે શરૂ કરવામાં આવ્યો છે, જેથી લાંબા અંતરના વાહનવ્યવહારને રાહત મળી છે.

ટુ-વ્હીલર વાહનોને હજુ મંજૂરી નથી

હાઇવે પર પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં માત્ર મોટા અને ચાર પૈડાવાળા વાહનોને જ અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટુ-વ્હીલર વાહનો માટે હાઇવે હજુ બંધ રહેશે અને વાહનચાલકોએ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

બે દિવસ બાદ વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે ખુલ્લો

ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે છેલ્લા બે દિવસથી બંધ રહેલો વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે હવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પાણી ઓસરતાં તંત્ર દ્વારા માર્ગનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો છે.પાણી ભરાવાને કારણે પ્રભાવિત માલવણ હાઇવે પર પણ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. હાઇવે ખુલતા મુસાફરો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.ડિવાયએસપી તપન ડોડીયાએ જણાવ્યું કે માર્ગ ખુલ્લો મુકાયો હોવા છતાં કેટલાક સ્થળોએ પાણી અને કાદવના કારણે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ નથી. તેથી તમામ વાહનચાલકોને ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.

સાવચેતી રાખવા પોલીસની અપીલ

જિલ્લા પોલીસે વાહનચાલકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, હાઇવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો: વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ

આ પણ વાંચો: વર્ષથી ઓરડા વગર ચાલી રહી છે શાળા: છોટા ઉદેપુરના સૈડીવાસણમાં પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો: વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી