Surat News/ સુરત સિંગણપોર નક્ષત્ર સેફ વોલ્ટમાં ચોરીની આશંકા, લોકરધારકોમાં હાહાકાર; પોલીસ તપાસ શરૂ

સુરતના સિંગણપોર સ્થિત નક્ષત્ર સેફ વોલ્ટમાં ચોરી (Surat Safe Vault Theft)ની આશંકાથી હાહાકાર. કેટલાક લોકર ખાલી મળ્યાના આક્ષેપ, પોલીસ દ્વારા માલિક સહિત 3ની પૂછપરછ શરૂ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Safe Vault Theft: વિશ્વાસથી રાખેલી સંપત્તિ પર સંકટ? સિંગણપોર સેફ વોલ્ટ મામલે તપાસ તેજ

Surat News: શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા ખાનગી નક્ષત્ર સેફ વોલ્ટને લઈને ચોરી (Surat Safe Vault Theft)ની આશંકાએ ભારે હોબાળો સર્જાયો છે. સેફ વોલ્ટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ ગાયબ હોવાની ચર્ચા ફેલાતા જ મોટી સંખ્યામાં લોકરધારકો પોતાના લોકરની તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ, સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં કેટલાક લોકરધારકોએ પોતાના લોકરમાંથી સામાન ગાયબ હોવાની ફરિયાદ કરી હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ અનેક ગ્રાહકો પોતાની ચાવી લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને પોતાના લોકરની તપાસ શરૂ કરી હતી.

કેટલાક લોકર સુરક્ષિત, કેટલાકમાં સામાન ગાયબ હોવાની ફરિયાદ

સેફ વોલ્ટ (Surat Safe Vault Theft) ખાતે પહોંચેલા ગ્રાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકરધારકોએ જણાવ્યું કે તેમનું લોકર સંપૂર્ણ સુરક્ષિત છે, જ્યારે કેટલાક લોકરધારકોએ લોકરમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ગાયબ હોવાની ફરિયાદ કરી છે.લોકરધારકો દ્વારા લાખો-કરોડોની સંપત્તિ ગુમ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર નુકસાનની ચોક્કસ માહિતી પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિંગણપોર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સેફ વોલ્ટ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે સેફ વોલ્ટના સંચાલક અને અન્ય બે લોકો સહિત કુલ ત્રણ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ સીસીટીવી ફૂટેજ, રજિસ્ટર અને અન્ય દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat Safe Vault Theft: લોકરધારકોની ફરિયાદો

એક લોકરધારકે જણાવ્યું કે સમાચાર મળ્યા બાદ તેઓ ગભરાઈને સેફ વોલ્ટ (Surat Safe Vault Theft) ખાતે આવ્યા હતા, પરંતુ તપાસ કરતાં તેમનું લોકર સુરક્ષિત મળ્યું હતું.બીજા એક લોકરધારકે આક્ષેપ કર્યો કે લોકર ખોલવા આવતા સમયે તેમને લોકર જામ થઈ ગયું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને બાદમાં સંચાલકો તરફથી યોગ્ય સહકાર મળ્યો નહોતો.અન્ય એક ગ્રાહકે જણાવ્યું કે વિશ્વાસ રાખીને સેફ વોલ્ટમાં દાગીના અને રોકડ રાખ્યા હતા, પરંતુ હવે સામાન ગાયબ હોવાની ફરિયાદ સામે આવી છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

તપાસ બાદ જ થશે સમગ્ર હકીકતનો ખુલાસો

હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સીસીટીવી, લોકર રેકોર્ડ અને ગ્રાહકોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચોરી (Surat Safe Vault Theft) થઈ છે કે અન્ય કોઈ કારણસર સામાન ગાયબ થયો છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ: 348 સ્માર્ટફોન, 2304 સિમકાર્ડ સાથે મેરઠનો શાતિર ઝડપાયો

આ પણ વાંચો:સુરતના ઉત્રાણમાં ચાની દુકાનમાં ચોરી અને તોડફોડ, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:સુરતમાં અડાજણના જાણીતા બિલ્ડરના બંગલામાંથી ₹48 લાખની ફિલ્મી સ્ટાઈલ ચોરી