Punjab News/ બાળપણનો પ્રેમ, 8 વર્ષની લવ મેરેજ અને પછી દગો… પત્નીની બેવફાઈથી ભાંગી પડેલા પતિએ ટૂંકાવ્યું જીવન

પંજાબના ચંદિગઢમાં ‘પતિ, પત્ની ઔર બેવફાઈ..’ નો એક કેસ સામે આવ્યો છે. જેમા પત્નીના આડાસંબંધોએ એક છ વર્ષની બાળકીના માથેથી બાપનો છાયો છીનવી લીધો. લવ મેરેજ (Love Marriage)નો આ કરુણ અંજામ વાંચો અમારા આ અહેવાલમાં…

India Breaking News
love marriage

Punjab News: પ્રેમમાં સાથે જીવવા-મરવાની કસમો ખાધેલી એક જોડી… પરિવારના વિરોધ વચ્ચે થયેલી લવ મેરેજ (Love Marriage)… છ વર્ષીય દીકરી સાથે સુખી પરિવાર… પરંતુ એક સંબંધમાં આવેલા તિરાડે આખું જીવન જ બદલી નાખ્યું. ચંદીગઢમાં પત્નીની બેવફાઈથી માનસિક રીતે ભાંગી પડેલા 33 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો. હવે પોલીસે પત્ની અને તેના પ્રેમી સામે આપઘાત માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લવ.. લવ મેરેજ (Love Marriage)અને પછી પત્નીની બેવફાઈ 

ચંદીગઢના મૌલીજાગરાં વિસ્તારના રહેવાસી મોનુ અને કોમલ બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા. બંનેએ સાથે અભ્યાસ કર્યો અને સમય જતાં તેમનો સંબંધ પ્રેમમાં બદલાયો. લગ્ન (Love Marriage)માટે બંનેના પરિવારો તૈયાર ન થતાં તેમણે આપઘાતની ધમકી આપી હતી. આખરે પરિવારને ઝુકવું પડ્યું અને બંનેના લગ્ન થયા. લગ્ન બાદ દંપતીને એક દીકરીનો જન્મ થયો. પરિવારનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. મોનુ નોકરી ન મળતાં ઈ-રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે કોમલ ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતી હતી.

ટ્યુશનથી શરૂ થયેલો સંબંધ, ઘરમાં વધ્યો વિવાદ

ટ્યુશનમાં આવતો સન્ની નામનો યુવક ધીમે-ધીમે કોમલના સંપર્કમાં આવ્યો. બંને વચ્ચેની નજીકતાએ પછી પ્રેમનું રૂપ ધારણ કર્યું.  જ્યારે મોનુને આ સંબંધની જાણ થઈ ત્યારે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા શરૂ થયા. પરિવારજનોએ પણ કોમલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સન્ની સાથેનો સંબંધ તોડવા તૈયાર નહોતી. આ દરમિયાન સન્ની કેટલાક મિત્રો સાથે મોનુના ઘરે પહોંચ્યો હતો અને કોમલને પોતાની સાથે લઈ જવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે તે સમયે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. બાદમાં કોમલ પોતાની દીકરીને લઈને પિયરમાં રહેવા જતી રહી.

પત્નીથી અલગ થયા બાદ મોનુ સંપૂર્ણ ભાંગી પડ્યો

પત્ની અને દીકરીથી અલગ થયા બાદ મોનુ ગંભીર માનસિક તણાવમાં આવી ગયો હતો. 7 જુલાઈએ તે પોતાની દીકરીને મળવા સાસરે ગયો હતો. પરત આવ્યા બાદ તેણે કોઈ સાથે ખાસ વાત કરી નહોતી. અને 22 જુલાઈએ મોનુએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કરી લીધો. ઘટનાસ્થળેથી પોલીસે એક ડાયરી પણ કબજે કરી હતી. ડાયરીમાં તેણે લખ્યું હતું કે, “7 જુલાઈએ મારી સાથે જે થયું, તે હું કોઈને કહી શકતો નથી.”

પત્ની અને તેના પ્રેમી સામે નોંધાયો ગુનો

મોનુના મૃત્યુ બાદ પોલીસે તેની પત્ની કોમલ અને તેના પ્રેમી સન્ની સામે આપઘાત માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે. હાલ બંનેના નિવેદન લેવામાં આવશે અને તપાસ ( Police Investigation)માં સામે આવતા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધોમાં વિશ્વાસ, સંવાદ અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો: તું મારો નહી તો તું કોઈનો નહી! ઓમકારની બેવફાઈ સહન ન કરી શકી નિખત,આપી 30 હજારની સોપારી, પછી…

આ પણ વાંચો: હેલો બેબી, હું તારી સાથે ત્રીજી વાર લગ્ન કરીશ, જેથી પતિ હત્યા અને આત્મહત્યા તરફ દોરાયો….

આ પણ વાંચો: લગ્નેત્તર સંબંધો વિશે શું કહે છે કાયદો, શું પત્નીને મળશે ભરણપોષણ અને પતિની મિલકતમાં અધિકાર?