Morbi News: મોરબી બસ સ્ટેન્ડ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસાથી મોરબી પહોંચેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (Morbi ST Bus)ની બસમાંથી એક યુવાન મૃત હાલતમાં મળી આવતા બસ સ્ટેન્ડ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.
Morbi ST Bus: તમામ મુસાફરો ઉતરી ગયા, પરંતુ યુવાન બેઠો જ રહ્યો
માહિતી મુજબ, મોડાસાથી ઉપડેલી અને મોરબી બસ સ્ટેન્ડ પહોંચેલી એસટી બસમાંથી (Morbi ST Bus) તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. જોકે એક યુવાન પોતાની સીટ પરથી ઊભો ન થતાં બસના કંડક્ટરને શંકા ગઈ. કંડક્ટરે તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતાં નજીકથી તપાસ કરવામાં આવી હતી. ત્યારે યુવકનું મોત થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદથી બસમાં બેઠો હતો મુસાફર
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવાન અમદાવાદથી બસ (Morbi ST Bus)માં સવાર થયો હતો. મુસાફરી દરમિયાન જ તેનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે ખુલાસો
પ્રાથમિક તબક્કે હાર્ટ એટેક સહિત વિવિધ સંભાવનાઓ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
મૃતકની ઓળખ માટે પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો:મોરબી અકસ્માત મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી
આ પણ વાંચો:મોરબી અકસ્માત બાદ 4ની ધરપકડ, 5 કસ્ટડીમાં; પૂછપરછ ચાલુ
આ પણ વાંચો:મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા પલટી જતા માસૂમનું મોત
