Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના અમરોહામાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયેલો ત્રણ બહેનોએ એક જ કેમેરામેન સાથે લગ્ન કર્યા હોવાનો વીડિયો આખરે બનાવટી (Amroha Fake Wedding ) સાબિત થયો છે. ત્રણેય યુવતીઓએ બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ સ્વીકાર્યું કે તેમણે માત્ર સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ વીડિયો બનાવ્યો હતો. તેમણે પોતાની ભૂલ સ્વીકારી (Amroha Fake Wedding ) અને કહ્યું કે આ મજાકને આટલી લાંબી ખેંચવી ન જોઈતી હતી.
Amroha Fake Wedding : CWC સમક્ષ કર્યો ખુલાસો

સોમવારે ત્રણેય યુવતીઓ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર થઈ હતી. આશરે ચાર કલાકની પૂછપરછ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ સમિતિએ તેમને ઘરે જવાની મંજૂરી આપી હતી. યુવતીઓએ જણાવ્યું કે તેમના કોઈ લગ્ન થયા નથી અને આખો વીડિયો માત્ર સોશિયલ મીડિયા(Fake Wedding Video) કન્ટેન્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો.
ફોલોઅર્સ વધારવા માટે રચ્યો પ્લાન

અમરોહાના ધૌરિયા ગામની અલકા અને સંતોષ સગી બહેનો છે, જ્યારે દેવિકા તેમની પિતરાઈ બહેન છે. ત્રણેય સોશિયલ મીડિયા માટે વીડિયો (Social Media Viral ) બનાવે છે અને શ્યામપુરી ગામનો વિકાસ ઉર્ફે વિક્કુ તેમનો કેમેરામેન છે. 17 જુલાઈએ વિકાસ સાથે લગ્ન દર્શાવતો વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે બાદ તે ઝડપથી વાયરલ થઈ ગયો.
પહેલા પોલીસને પણ કહ્યું હતું ખોટું
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પૂછપરછ માટે ચારેયને બોલાવ્યા હતા. તે સમયે યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી એક જ વ્યક્તિ સાથે રહેવા માંગે છે અને લગ્ન સાચા છે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર પણ અનેક વીડિયો પોસ્ટ કરીને લગ્ન સાચા હોવાનું દાવો કર્યો હતો.
ટ્રોલિંગ બાદ સ્વીકારી ભૂલ
મોટી બહેન અલકાએ જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેઓ લાંબા સમય સુધી આ વાતને સાચી હોવાનું કહેતા રહ્યા. તેમણે કહ્યું કે શરૂઆતમાં જ સત્ય જણાવી દેવું જોઈએ હતું અને હવે પોતાની ભૂલ માટે પસ્તાવો છે.
સગીર હોવાની વિગતો બાદ શરૂ થઈ કાર્યવાહી
મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સંતોષની હાઈસ્કૂલ માર્કશીટ સામે આવી, જેમાં તેની જન્મતારીખ 2011 દર્શાવવામાં આવી હતી. સગીર હોવાની માહિતી મળતાં બાળ કલ્યાણ સમિતિએ નોટિસ ફટકારી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
સોશિયલ મીડિયા પર મળ્યા કરોડો વ્યૂઝ
‘રાજપૂત ગર્લ’ નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી ત્રણેય બહેનો પહેલાથી જ લોકપ્રિય છે. લગ્નના વાયરલ વીડિયો બાદ તેમના ફોલોઅર્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. યુવતીઓના જણાવ્યા મુજબ, ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સ આશરે 4.5 લાખથી વધીને 5 લાખ થયા છે, જોકે તેઓએ કહ્યું કે હાલમાં સોશિયલ મીડિયામાંથી કોઈ આવક થતી નથી.
આ પણ વાંચો: એક જ યુવક સાથે લગ્ન કરનાર ત્રણ બહેનોએ કહ્યું: ‘મરી જઈશું, પણ અલગ નહીં થઈએ’
આ પણ વાંચો: બાળપણનો પ્રેમ, 8 વર્ષની લવ મેરેજ અને પછી દગો… પત્નીની બેવફાઈથી ભાંગી પડેલા પતિએ ટૂંકાવ્યું જીવન
આ પણ વાંચો: Bank of Baroda માં ડેટા લીકનો દાવો! લાખો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર હોવાનો દાવો
