Gujarat News/ ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક

Gujarat Flood Control Cell: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લઈ સમીક્ષા કરી. ઉકાઈ સહિત વિવિધ ડેમોની સ્થિતિ, વરસાદ અને ફ્લડ એલર્ટ અંગે જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Top Stories
Gujarat Flood Control Cell: મંત્રીની મહત્વપૂર્ણ બેઠક

Gujarat News: રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે (Ishwarsinh Patel) ગાંધીનગર સ્થિત સ્ટેટ વોટર ડેટા સેન્ટરના ફ્લડ કંટ્રોલ સેલની (Gujarat Flood Control Cell) મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સૂચનો આપ્યા હતા.

Gujarat Flood Control Cell: પૂર જેવી સ્થિતિ માટે આગોતરી તૈયારી પર ભાર

Gujarat Flood Control Cell: મંત્રીની મહત્વપૂર્ણ બેઠક

સમીક્ષા બેઠક (Water Resources Department) દરમિયાન મંત્રીએ જણાવ્યું કે ઉપરવાસ અથવા સ્થાનિક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગની માહિતી સમયસર સંબંધિત અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્ર સુધી પહોંચે તે માટે અસરકારક વ્યવસ્થા હોવી જરૂરી છે, જેથી સમયસર લોકોને ચેતવણી આપી જાનમાલનું નુકસાન ટાળી શકાય.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કામગીરી

મંત્રીએ જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2026 મુજબ જળ સંપત્તિ વિભાગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ચોમાસાની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. દર વર્ષે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી અથવા વરસાદ ચાલુ રહે ત્યાં સુધી ફ્લડ કંટ્રોલ સેલ 24 કલાક કાર્યરત રાખવામાં આવે છે.

24×7 હોટલાઇન અને સેટેલાઈટ ફોનની વ્યવસ્થા

Gujarat Flood Control Cell: મંત્રીની મહત્વપૂર્ણ બેઠક

રાજ્યમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપથી માહિતીની આપ-લે થઈ શકે તે માટે સરકાર દ્વારા 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન અને આશરે 413 વાયરલેસ સેટ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થા જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંકલન જાળવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

ડેમ અને વરસાદની માહિતી પર સતત નજર

સ્ટેટ વોટર ડેટા સેન્ટરમાં રિઝર્વર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજ્યના વિવિધ ડેમોમાં પાણીની આવક-જાવક, વરસાદના આંકડા અને જળાશયોની સ્થિતિ અંગેની અદ્યતન માહિતી સતત ઉપલબ્ધ કરવામાં આવે છે. તેના આધારે જરૂરી નિર્ણય લેવામાં આવે છે.

ઉકાઈ સહિતના ડેમોની સ્થિતિની લીધી માહિતી

મુલાકાત દરમિયાન જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હોટલાઇન મારફતે ઉકાઈ (Ukai Dam) સહિત વિવિધ ડેમના સ્થાનિક અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે પાણીની આવક-જાવક, વરસાદની સ્થિતિ અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

અધિકારીઓએ રજૂ કર્યું પ્રેઝન્ટેશન

આ બેઠક દરમિયાન સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી, વરસાદી પરિસ્થિતિનું મોનિટરિંગ અને પૂર નિયંત્રણ માટે કરવામાં આવતી વ્યવસ્થાનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં જળ સંપત્તિ વિભાગના સચિવ પી.સી. વ્યાસ, રાજ્યના વિવિધ ઝોનના મુખ્ય ઇજનેરો તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: અમદાવાદમાં ચીમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથમાં તિરાડો, ધોળકામાં 2 મહિના જૂનું નાળું તૂટ્યું; ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી વિરામ વચ્ચે આફત: પંચમહાલમાં વીજળી પડતાં 65 વર્ષીય મહિલાનું મોત

આ પણ વાંચો: આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદી સ્થિતિ પર મહત્વની સમીક્ષા