Jamnagar News/ પ્રેમિકાને ત્રાસ આપતા પતિનો કાંટો કાઢ્યો! જામનગરમાં ખાડામાં દાટેલી લાશનું રહસ્ય ખુલ્યું

Jamnagar Murder Case: જામનગરના દરેડ વિસ્તારમાં બે વર્ષ જૂની ગુમનોંધનો ભેદ ખુલ્યો. પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી કારખાનામાં 10 ફૂટ ખાડામાં દાટી દીધાનો આરોપ, પોલીસ તપાસ શરૂ.

Top Stories Gujarat Others Breaking News
Jamnagar Murder Case: પાર્ટીના બહાને બોલાવી પતિને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ

Jamnagar News: જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે વર્ષ પહેલાં નોંધાયેલી એક ગુમ વ્યક્તિની ફરિયાદ પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા (Jamnagar Murder Case)નું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.

પતિના ત્રાસથી કંટાળી હત્યાનું કાવતરું ઘડ્યાનો આરોપ

પ્રાથમિક તપાસ મુજબ મૃતક અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. પત્નીએ પોતાના પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાની વાત પ્રેમી નિલેશને કરી હતી.આ બાદ બંનેએ સાથે મળીને પતિને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો પોલીસને શંકા છે.

Jamnagar Murder Case: પાર્ટીના બહાને કારખાનામાં બોલાવ્યો

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી નિલેશે મહિલાના પતિને જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા પોતાના કારખાનામાં પાર્ટીના બહાને બોલાવ્યો હતો.આ દરમિયાન તેને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ તેનું મોત (Jamnagar Murder Case) થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી લાશ

પોલીસના જણાવ્યા મુજબ હત્યા (Jamnagar Murder Case) બાદ પુરાવા છુપાવવા માટે દરેડના શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો.બે વર્ષ સુધી આ ઘટનાનું રહસ્ય અકબંધ રહ્યું હતું, પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમી બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

બાતમી મળ્યા બાદ જામનગર પોલીસ એક્શનમાં આવી હતી. ઘટનાસ્થળે એએસપી પ્રતિભા, એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, પંચકોશી-બી પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય રાઠોડ, સિટી-બી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.આ ઉપરાંત એસડીએમ અને પોલીસ ટીમની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અવશેષો શોધવા ખોદકામ શરૂ

જે સ્થળે મૃતદેહ દાટવામાં આવ્યો હોવાની આશંકા છે ત્યાં મશીનરીની મદદથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.પોલીસ દ્વારા મૃતકના અવશેષો શોધવા અને સમગ્ર ઘટનાના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર વિસ્તારમાં ચકચાર

બે વર્ષ જૂની ગુમનોંધ હત્યાના કેસ (Jamnagar Murder Case)માં બદલાતા દરેડ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.હાલ પોલીસ દ્વારા આરોપીઓની ભૂમિકા, હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય જોડાયેલા લોકો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં વૃદ્ધ દંપતીની આત્મહત્યા

આ પણ વાંચો:જામનગરના જાણીતા ઉદ્યોગપતિની આત્મહત્યા, શહેરમાં મચી ચકચાર

આ પણ વાંચો:જામનગરમાં પ્રેમ લગ્નના વિવાદમાં જૈન યુવાન નિલય કુંડલિયાની છરીના ઘા મારી હત્યા