india news/ Parliament Monsoon Session: રાજ્યસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ, વિપક્ષના હોબાળા વચ્ચે 7 કલાક ચર્ચા

Anti Paper Leak Bill 2026: સંસદના ચોમાસુ સત્રના નવમા દિવસે રાજ્યસભામાં એન્ટિ પેપર લીક વિરોધી બિલ રજૂ થયું. ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવાયો, જ્યારે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

Top Stories India
Paper Leak Bill 2026: રાજ્યસભામાં 7 કલાક ચર્ચા

New Delhi News: સંસદના ચોમાસુ સત્રના નવમા દિવસે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં (Rajya Sabha) એન્ટિ પેપર લીક વિરોધી બિલ(Anti Paper Leak Bill 2026)  રજૂ કર્યું. સરકારનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે બંને ગૃહોમાંથી બિલ પસાર કરાવી તેને કાયદાનું સ્વરૂપ આપવાનું છે. બિલ પર વિસ્તૃત ચર્ચા માટે રાજ્યસભામાં સાત કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

Anti Paper Leak Bill 2026: વિપક્ષના વિરોધ વચ્ચે ગૃહમાં ભારે હોબાળો

સત્ર દરમિયાન દિલ્હીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. સૂત્રોચ્ચાર અને હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું

બપોરે 3 વાગ્યે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં એન્ટિ પેપર લીક વિરોધી બિલ રજૂ કર્યું. બિલ પર સાત કલાક સુધી ચર્ચા થવાની છે અને સરકાર તેને ઝડપથી પસાર કરવા માટે પ્રયત્નશીલ છે.

લોકસભામાં એક દિવસ અગાઉ પણ ગરમાગરમ ચર્ચા

આ પહેલાં લોકસભામાં પણ એન્ટિ પેપર લીક વિરોધી બિલને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. છેલ્લા આઠ દિવસથી ચોમાસુ સત્ર દરમિયાન (Parliament Monsoon Session)વિવિધ મુદ્દાઓને લઈને સતત હોબાળો જોવા મળી રહ્યો છે. તેમ છતાં, બુધવારે લોકસભાએ ધ્વનિ મત દ્વારા બિલને મંજૂરી આપી હતી.

રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સૂત્રોચ્ચાર

ચર્ચા દરમિયાન ટ્રેઝરી બેન્ચના સભ્યોએ રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષના નેતાને બોલવાની તક આપવા અને ગૃહમંત્રી પાસેથી જવાબ માંગવાની માંગ કરી હતી. બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી મૌખિક ટકરાવ જોવા મળ્યો.

રાજનાથ સિંહે ભાષણ ચાલુ રાખવા અપીલ કરી

હંગામા વચ્ચે રાજનાથ સિંહએ ટ્રેઝરી બેન્ચના સભ્યોને ટિપ્પણીઓથી બચવા અને રાહુલ ગાંધીને તેમનું ભાષણ પૂર્ણ કરવા દેવાની અપીલ કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ દેશના યુવાનોની ભાવનાઓ અને લોકશાહી અભિવ્યક્તિના અધિકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

ધ્વનિ મતથી લોકસભામાં બિલને મંજૂરી

ચર્ચાના અંતે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ લોકસભાએ ધ્વનિ મત દ્વારા પેપર લીક વિરોધી બિલને મંજૂરી આપી હતી. હવે રાજ્યસભાની ચર્ચા પૂર્ણ થયા બાદ બિલને અંતિમ મંજૂરી મળવાની પ્રક્રિયા આગળ વધશે.


આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના પેલેટ ગન આરોપથી હોબાળો, કિરેન રિજિજુએ કહ્યું- ‘આદેશની નકલ બતાવો’

આ પણ વાંચો: એન્ટી પેપર લીક બિલ લોકસભામાં પાસ, ભારે હોબાળા વચ્ચે સરકારનું પરીક્ષા કૌભાંડ સામે મોટું પગલું

આ પણ વાંચો: લોકસભામાં પેપર લીક બિલ પર રાહુલ ગાંધીનું સંબોધન, વિદ્યાર્થીઓના આંદોલનને ગણાવ્યું દેશના ભવિષ્યનો અવાજ