Ahmedabad News/ જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિક જામ વચ્ચે લૂંટ, છરી બતાવી બે તેલના ડબ્બા લૂંટ્યા

અમદાવાદમાં જમાલપુર બ્રિજ નીચે છરી બતાવી સિંગતેલના ડબ્બાની લૂંટ (Jamalpur Bridge Robbery)નો બનાવ સામે આવ્યો. બીજી તરફ પ્લોટ આપવાના નામે 2.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Jamalpur Bridge Robbery: બોલેરો પીકઅપમાંથી સિંગતેલના ડબ્બા લઈ ગયા શખ્સો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં લૂંટ (Jamalpur Bridge Robbery) અને છેતરપિંડીની બે અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં જમાલપુર બ્રિજ નીચે વહેલી સવારે છરી બતાવી સિંગતેલના ડબ્બાની લૂંટ ((Jamalpur Bridge Robbery)) કરવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનામાં પ્લોટ આપવાના નામે એક વ્યક્તિ સાથે 2.95 લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ છે.

જમાલપુર બ્રિજ નીચે તેલના ડબ્બાની લૂંટ

મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં રહેતા પ્રીતેશ રાણા અને તેમના ભાઈ ધ્રુવિલ 29 જુલાઈના રોજ વહેલી સવારે બોલેરો પીકઅપ વાહનમાં કરિયાણાનો સામાન અને તેલના ડબ્બા ભરીને ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા.

સવારે અંદાજે 5 વાગ્યાના સમયે જમાલપુર બ્રિજ નીચે શાકભાજીની ગાડીઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આ દરમિયાન બે અજાણ્યા શખ્સો પીકઅપ વાહનના પાછળના ભાગે ચડી ગયા હતા અને તેલના ડબ્બા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

Jamalpur Bridge Robbery: છરી બતાવી બે ડબ્બા લઈ ફરાર

પ્રીતેશભાઈ અને તેમના ભાઈએ શખ્સોને રોકવાનો પ્રયાસ કરતા એક આરોપીએ છરી બતાવીને ધમકી આપી હતી.ત્યારબાદ બંને શખ્સો 15 લીટર ગુલાબ સિંગતેલના બે ડબ્બા લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ મામલે પ્રીતેશ રાણાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બહાર 600 ગ્રામ સોનાની લૂંટ: પોલીસની ઓળખ આપી વેપારીના કર્મચારીઓને કારમાં બેસાડી લૂંટ ચલાવી, CCTVના આધારે તપાસ શરૂ

આ પણ વાંચો:અમદાવાદમાં નકલી પોલીસની લુખ્ખાગીરી: ‘મજૂરોને પગાર કેમ નથી આપતા?’ કહી યુવકને ધમકાવી 10 હજારથી વધુ લૂંટ લીધા

આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: મહિલાને ચાલુ રિક્ષામાં ધમકાવી ₹4.10 લાખના દાગીનાની લૂંટ