New Delhi News/ ભારતીય રેલવેએ 12 વર્ષમાં 5.56 લાખ ભરતી, રેલવે મંત્રીએ આપ્યા આંકડા

અગાઉની યુપીએ સરકારની સરખામણી કરતાં જણાવ્યું કે વર્ષ 2004-05થી 2013-14 દરમિયાન ભારતીય રેલવે (Indian Railway)એ આશરે 4.11 લાખ લોકોને નોકરી આપી હતી

Top Stories India
કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ 2014થી જૂન 2026 વચ્ચે ભારતીય રેલવે (Indian Railway)એ કુલ 5.56 લાખથી વધુ લોકોને નોકરી આપી હોવાનું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) લોકસભામાં જણાવ્યું છે

New Delhi News : કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ 2014થી જૂન 2026 વચ્ચે ભારતીય રેલવે (Indian Railway)એ કુલ 5.56 લાખથી વધુ લોકોને નોકરી આપી હોવાનું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) લોકસભામાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવેમાં ભરતી પ્રક્રિયા (Railway Recruitment)પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે અને વિવિધ રેલવે ઝોનની જરૂરિયાત મુજબ તબક્કાવાર ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે.

રેલવે મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા 12 વર્ષ દરમિયાન સધર્ન રેલવેમાં સૌથી વધુ 50,485 ભરતી કરવામાં આવી છે. તેમણે અગાઉની યુપીએ સરકારની સરખામણી કરતાં જણાવ્યું કે વર્ષ 2004-05થી 2013-14 દરમિયાન ભારતીય રેલવે (Indian Railway)એ આશરે 4.11 લાખ લોકોને નોકરી આપી હતી, જ્યારે વર્તમાન સરકારના કાર્યકાળમાં આ આંકડો વધીને 5.56 લાખ સુધી પહોંચ્યો છે.

ભારતીય રેલવે (Indian Railway)માં નવી ટેક્નોલોજી પ્રમાણે બદલાઈ રહી છે ભરતી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને નવી સિસ્ટમોના અમલને કારણે વિવિધ કેટેગરીના કર્મચારીઓની જરૂરિયાતમાં ફેરફાર થઈ રહ્યો છે. તે અનુસાર સમયાંતરે ભરતી યોજવામાં આવે છે અને તમામ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે છે.

હવે એક TTE વધુમાં વધુ પાંચ AC કોચ માટે જવાબદાર

લોકસભામાં ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) પર વધતા કામના બોજ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે નવી માર્ગદર્શિકા મુજબ એક TTEને વધુમાં વધુ પાંચ AC કોચ અથવા ત્રણ ચેર કાર/સ્લીપર કોચની જવાબદારી (TTE Rules)સોંપવામાં આવશે. ટ્રેનમાં TTEની સંખ્યા કોચની સંખ્યા અને પ્રકારના આધારે નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ વ્યવસ્થાથી મુસાફરોને વધુ સારી સેવા મળશે તેમજ કર્મચારીઓના કાર્યનું અસરકારક સંચાલન શક્ય બનશે.

ઝોનવાર રદ થયેલી ટિકિટની આવકનો રેકોર્ડ નથી

રાજ્યસભામાં પૂછાયેલા એક અન્ય પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવે રદ થયેલી અને વેઇટિંગ લિસ્ટ ટિકિટોથી મળતી આવકનો ઝોનવાર રેકોર્ડ રાખતી નથી. જોકે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત એક્સપ્રેસ માટે લાગુ પડતા રિફંડના નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત માટે રિફંડના નિયમો

  • ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલાં ટિકિટ રદ કરવાથી ભાડાના 25% કપાશે.
  • ટ્રેન ઉપડવાના 72 કલાકથી 8 કલાક વચ્ચે ટિકિટ રદ કરવાથી 50% કપાશે.
  • ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછા સમય પહેલાં ટિકિટ રદ કરવાથી કોઈ રિફંડ મળશે નહીં.

રેલવે મંત્રીએ જણાવ્યું કે મુસાફરોને પારદર્શક અને સરળ સેવા મળે તે માટે ટિકિટિંગ સિસ્ટમમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભરતી પ્રક્રિયા, મુસાફરોની સુવિધા અને રેલવેના આધુનિકીકરણ પર સરકાર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ભારતીય રેલવેનો રેકોર્ડ રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

આ પણ વાંચો : મીઠા ઉદ્યોગ માટે સારા સમાચાર! ભારતીય રેલવે હવે મીઠાના પરિવહન માટે ખાસ ‘વેગન ડિઝાઇન’ તૈયાર કરશે

આ પણ વાંચો : હવે ટ્રેન દુર્ઘટના પીડિતોને મળશે 10 ગણું વળતર, ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય, જાણો વિગત