Palanpur News/ પાલનપુરમાં કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાની વાત ફેલાતા પડાપડી, લોકો કાટમાળમાં કરવા લાગ્યા શોધખોળ

બનાસકાંઠાના પાલનપુરમાં માનસરોવર નજીક કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યા (Silver Coins Found)ની વાત ફેલાતા લોકોની ભીડ ઉમટી હતી. 10થી 12 લોકોને સિક્કા મળ્યાનો સ્થાનિકોનો દાવો, તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે.

Top Stories Gujarat Others Breaking News
Silver Coins Found: માનસરોવર નજીક કાટમાળમાંથી નીકળ્યા ચાંદીના સિક્કા?

Palanpur News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક અનોખી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. શહેરના માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા (Silver Coins Found) મળી આવ્યા હોવાની વાત ફેલાતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં સિક્કા શોધવાની ઉત્સુકતા જોવા મળી હતી અને અનેક લોકોએ કાટમાળમાં ખોદાખોદ શરૂ કરી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું.

જૂના ઘર કે દુકાનના કાટમાળમાંથી મળ્યા હોવાની ચર્ચા

મળતી માહિતી મુજબ, 30 જુલાઈના રોજ રાત્રે કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા ઘર અથવા દુકાનનો કાટમાળ માનસરોવર નજીકની ખુલ્લી જગ્યામાં નાખવામાં આવ્યો હતો.આ કાટમાળમાંથી ચાંદીના સિક્કા (Silver Coins Found) મળ્યા હોવાની વાત ઝડપથી ફેલાઈ જતા સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો સિક્કા શોધવા માટે કાટમાળને ઉથલાવી રહ્યા હતા.

10થી 12 લોકોને Silver Coins Foundનો દાવો

સ્થાનિક કેદારભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, આ કોઈ ચમત્કાર નથી. કોઈ જૂના મંદિર અથવા દેરાસરના કાટમાળમાંથી આ સિક્કા આવ્યા હોવાની શક્યતા છે.તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 10થી 12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા હોવાની માહિતી છે. તેમના જણાવ્યા અનુસાર, ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાથી શરૂ થઈ હતી. મહાજન હોસ્પિટલ નજીક ચાહતભાઈ મંડોરાની જગ્યામાં જૂનો કાટમાળ નાખવામાં આવ્યો હતો, જેમાંથી લોકોને સિક્કા મળ્યા હોવાની ચર્ચા થઈ હતી.

સોનાના સિક્કા મળ્યાની અફવા પણ ફેલાઈ

સ્થાનિક શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અહીં સોના-ચાંદીના સિક્કા (Silver Coins Found) મળી રહ્યા છે. કેટલાક લોકો તો સોનાના બિસ્કિટ મળ્યાની વાતો પણ કરી રહ્યા છે.જોકે, તેમણે જણાવ્યું કે તેમણે પોતાની આંખે સિક્કા જોયા નથી, પરંતુ કેટલાક લોકોને સિક્કા મળ્યા હોવાની વાતો સાંભળવા મળી રહી છે.

કોર્પોરેટરે પણ કરી કાટમાળમાંથી સિક્કા મળ્યાની પુષ્ટિ

પાલનપુર વોર્ડ નંબર-2ના કોર્પોરેટર ચંદ્રકાન્તભાઈએ જણાવ્યું હતું કે, માવજત હોસ્પિટલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં અલગ અલગ જગ્યાએથી કાટમાળ લાવીને નાખવામાં આવ્યો હતો.આ કાટમાળમાંથી કેટલાક લોકોને ચાંદીના સિક્કા (Silver Coins Found) મળ્યા છે. તેમણે જણાવ્યું કે આ કાટમાળ કોઈ જૂના મંદિર અથવા મકાનનો હોઈ શકે છે, જેમાંથી આ સિક્કા બહાર આવ્યા હોવાની શક્યતા છે.

સિક્કાની સંખ્યા અને કિંમત અંગે સત્તાવાર માહિતી નથી

હાલમાં કાટમાળમાંથી ખરેખર કેટલા ચાંદીના સિક્કા (Silver Coins Found) મળ્યા છે અને તેની કિંમત કેટલી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ સિક્કા કેટલા જૂના છે અને તેમનું ઐતિહાસિક અથવા આર્થિક મહત્વ કેટલું છે.હાલ તો પાલનપુરમાં આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં આ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો:મહાલક્ષ્મીનું આ મંદિર માત્ર ધનતેરસના દિવસે જ ખુલે છે અને પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના સિક્કા

આ પણ વાંચો:ચાંદીના ભાવએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ₹2 લાખનું ઐતિહાસિક સ્તર સ્પર્શ્યું

આ પણ વાંચો:₹1.08 કરોડની કિંમતના આ સિક્કાની સામે સોના-ચાંદીની ચમક પણ ઝાંખી પડી ગઈ