rajsthan news/ રાજસ્થાનમાં કાવડ યાત્રા માટે નવી ગાઈડલાઈન જાહેર, ત્રિશૂળ-લાકડી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ

રાજસ્થાન પોલીસે કાવડ યાત્રા (Kanwar Yatr) માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. યાત્રામાં ત્રિશૂળ, હોકી સ્ટીક, લાકડી સહિતની તીક્ષ્ણ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે. જાણો કાવડ યાત્રા દરમિયાન લાગુ કરાયેલા અન્ય નવા નિયમો અને સુરક્ષા વ્યવસ્થા વિશે સંપૂર્ણ માહિતી.

Top Stories India
Kanwar Yatra

Rajasthan Kanwar Yatra Guidelines: રાજસ્થાન પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાવડિયાઓને ત્રિશૂળ, હોકી સ્ટીક, લાકડીઓ અથવા કોઈપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુઓ સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસની ગાઈડલાઈન મુજબ કાવડ યાત્રાળુઓ અને અન્ય શ્રદ્ધાળુઓએ યાત્રા દરમિયાન પોતાનું માન્ય મૂળ ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. જેમાં આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કાવડ યાત્રા માટે માત્ર નિર્ધારિત પરંપરાગત માર્ગોનો જ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. યાત્રા દરમિયાન નશીલા પદાર્થોનું સેવન, વધુ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવી અને રસ્તા પર બેસીને ભોજન બનાવવું પણ પ્રતિબંધિત રહેશે.

રાજસ્થાન પોલીસ હેડક્વાર્ટર દ્વારા તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, સંકલન અને સતત દેખરેખ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) વી.કે. સિંહે અધિકારીઓને કાવડ યાત્રા દરમિયાન અસરકારક પોલીસ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાવડિયાઓ અને અન્ય લોકો વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ સર્જાય તો તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્થિતિને નિયંત્રિત કરવામાં આવશે. કાવડ યાત્રા દરમિયાન સામાજિક સૌહાર્દ અને શાંતિ જાળવવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે.


આ પણ વાંચો: જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન

આ પણ વાંચો: પાંચ કરોડ કાવડીઓ હરિદ્વાર છોડીને ગયા, પણ એક મોટો પડકાર છોડીને ગયા, વહીવટીતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે!

આ પણ વાંચો: કાવડ યાત્રા QR કોડ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, યુપી સરકારનો આદેશ યથાવત