મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલી તેમજ હોર્મુઝની સામુદ્રધુનીમાં માલવાહક જહાજો પર થયેલા હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આમ છતાં, સ્થાનિક સ્તરે કોર્પોરેટ કંપનીઓના ઉત્સાહજનક ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોના સતત સપોર્ટને કારણે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર (stock market) તેજી સાથે બંધ રહ્યું હતું. કારોબાર દરમિયાન સેન્સેક્સ (Sensex) ઉપરમાં 78,272 ની સપાટીને સ્પર્શ્યા બાદ અંતે 166.49 પોઈન્ટના સુધારા સાથે 78,094.64 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty50)66.45 પોઈન્ટ વધીને 24,383.60 ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં ખરીદીની ધૂમ
ચાલુ નાણાકીય વર્ષના શાનદાર ત્રિમાસિક પરિણામોને કારણે ઓટો સેક્ટરમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M): શેર રૂ. 117.47 ના ઉછાળા સાથે રૂ. 3,396.35 પર બંધ રહ્યો.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા: સ્ટોકમાં રૂ. 157.45 નો મોટો ઉછાળો નોંધાયો અને રૂ. 2182 પર પહોંચ્યો.
અન્ય ઓટો શેર્સ: ટાટા મોટર્સ કમર્શિયલ, અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો, જેના પગલે બીએસઈ ઓટો ઈન્ડેક્સ 1,236 પોઈન્ટ ગગડીને 63,263 ની સપાટી વટાવી ગયો હતો.
કેપિટલ ગુડ્સ અને પાવર સ્ટોક્સમાં મજબૂત બાઉન્સબેક
છેલ્લા કેટલાક સત્રોથી જોવા મળેલા પ્રોફિટ બુકિંગ બાદ આજે કેપિટલ ગુડ્સ સેક્ટરમાં નીચલા મથાળેથી વ્યાપક ખરીદી નીકળી હતી.
સિમેન્સ અને કમિન્સ ઈન્ડિયા: સિમેન્સ રૂ. 100.65 અને કમિન્સ ઈન્ડિયા રૂ. 126.70 ના વધારા સાથે બંધ રહ્યા.
અન્ય વિજેતા શેરો: થર્મેક્સ, વારી એનર્જી, કિરલોસ્કર એન્જિન અને ટીમકેનમાં પણ ફંડોએ મોટું બુલિશ પોઝિશન બનાવ્યું હતું, જેથી બીએસઈ કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 1344 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો આવ્યો હતો.
તેલ-ગેસ ક્ષેત્રમાં રૂ. 84,000 કરોડના રોકાણના નિર્ણયથી તેજી
દેશમાં ઓઈલ એક્સપ્લોરેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. 84,000 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપતા ઓઈલ સેક્ટરમાં રોશની જોવા મળી હતી.
ગેઈલ (GAIL): ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 96% વધીને રૂ. 4671 કરોડ નોંધાતા શેર રૂ. 7.85 વધીને રૂ. 181.40 પહોંચ્યો હતો.
રિલાયન્સ અને BPCL: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બીપીસીએલમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું.
આઈટી અને એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગનું દબાણ
વૈશ્વિક સંકેતો અને અગાઉના સુધારા બાદ ટેકનોલોજી અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં રોકાણકારોએ નફો રળવાનું મુનાસબ માન્યું હતું.
આઈટી સેક્ટર: માસ્ટેક, ટીસીએસ અને ઝેનસાર ટેકનોલોજીમાં વેચવાલીના કારણે બીએસઈ આઈટી ઈન્ડેક્સ 415 પોઈન્ટ તૂટ્યો હતો.
FMCG સેક્ટર: આઈટીસી, બ્રિટેનિયા, વરુણ બેવરેજીસ અને બજાજ કન્ઝ્યુમરમાં નફારૂપી વેચવાલીથી સેક્ટરલ ઈન્ડેક્સ 166 પોઈન્ટ ઘટ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.46 લાખ કરોડનો ઈઝાફો
બજારમાં સર્વગ્રાહી લેવાલી અને સ્મોલ-મિડકેપ શેરોમાં સકારાત્મક માહોલને કારણે બીએસઈ (BSE) લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધારા સાથે રૂ. 485.96 લાખ કરોડની સપાટીએ પહોંચી ગયું હતું. આ સાથે જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ રૂ. 2260 કરોડની ચોખ્ખી ખરીદી કરીને માર્કેટને મજબૂત સપોર્ટ આપ્યો હતો.
આ પણ વાંચો:6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી ખુલશે શિપકી લા ટ્રેડ રૂટ,જાણો ક્યારથી શરૂ થશે માલની આપ-લે
આ પણ વાંચો:ક્રૂડ ઓઇલના વધતા ભાવથી ભારતની અર્થવ્યવસ્થાને ખતરો? નાણા મંત્રાલયે આપી મોટી ચેતવણી
