Raj Thackere on Bollywood and Youth Issues: મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના (MNS) ના 20મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ દેશના વર્તમાન મુદ્દાઓ, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને બોલિવૂડ કલાકારોની દેશભક્તિ પર સવાલો ઉઠાવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે અભિનેતા વિવેક ઓબેરોય અને આર. માધવનનું નામ લઈને મોટું નિવેદન આપ્યું છે.
વિવેક ઓબેરોય અને આર. માધવન પર નિશાન
રાજ ઠાકરેએ(Raj Thackere) સવાલ કર્યો કે જો આ કલાકારોને દેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આટલો જ પ્રેમ છે, તો તેઓ ભારતમાં રહેવાને બદલે દુબઈ કે વિદેશમાં કેમ વસે છે?
અભિનેતા વિવેક ઓબેરોયે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે આર. માધવને ફિલ્મમાં અજીત ડોભાલનું પાત્ર ભજવ્યું છે.
રાજ ઠાકરેએ(Raj Thackere) કટાક્ષ કર્યો કે માત્ર સ્પોન્સર્ડ ફિલ્મોની શૂટિંગ કરવા માટે ભારત આવવું અને પાછા વિદેશ ચાલ્યા જવું યોગ્ય નથી.

‘ટ્રોલ સંસ્કૃતિ’ અંગે Raj Thackereના ભાજપ પર પ્રહાર
વડાપ્રધાનના એ નિવેદન પર કે જેમાં સોશિયલ મીડિયા પર ખોટી ભાષા વાપરનારા યુવાનોને માફ કરવાની વાત કરવામાં આવી હતી, રાજ ઠાકરેએ(Raj Thackere) કહ્યું કે કોઈના પરિવાર વિશે અપશબ્દો બોલવા યોગ્ય નથી. પરંતુ, ઈન્ટરનેટ પર લોકોને નીચા દેખાડવાની અને ટ્રોલ કલ્ચરની શરૂઆત ભાજપની ટીમ દ્વારા જ કરવામાં આવી હતી. પીએમે પોતાના કાર્યકર્તાઓને પણ મર્યાદામાં રહેવાની શીખ આપવી જોઈએ.
શિક્ષણ, બેરોજગારી અને Gen-Z મુદ્દાઓ
યુવાનોનો રોષ: વિદ્યાર્થીઓના પ્રદર્શન માત્ર NEET પેપર લીક પૂરતા સીમિત નથી, પરંતુ તેની પાછળ બેરોજગારી, નોકરીઓની અછત અને વધતી નિરાશા મુખ્ય કારણ છે. દેશમાં બાળકો માટે રમતના મેદાનો પણ ખૂટતા જાય છે.
શિક્ષણનું બજેટ: વર્ષ 2004માં દેશના બજેટના 3.4 ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચાતો હતો, જે હવે ઘટીને માત્ર 2.8 ટકા રહી ગયો છે.
Gen-Z જનરેશન: નવી પેઢી માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગામડાઓમાં પણ રહે છે, જેમની જરૂરિયાતોને સમજવી અનિવાર્ય છે.
અન્ય મુદ્દાઓ અને ગેરરીતિઓ પર સવાલો
ભાષણ દરમિયાન રાજ ઠાકરેએ(Raj Thackere) ચંદ્રાન્દ્ર પાટિલના નિવેદનો પર કટાક્ષ કર્યો હતો. આ સાથે જ તેમણે રામ મંદિર અને સિદ્ધિવિનાયક મંદિર સાથે જોડાયેલી નાણાકીય ગેરરીતિઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આસ્થાના કેન્દ્રો પર જો ચોરી કે ભ્રષ્ટાચારની ખબરો સામે આવે, તો લોકોનો વિશ્વાસ ડગમગે છે અને જવાબદારી ચોક્કસપણે નક્કી થવી જોઈએ.
આ પણ વાંચો:રાજ ઠાકરે સાડા છ વર્ષ પછી પહોંચ્યા માતોશ્રી, મોટા ભાઈ ઉદ્ધવને તેમના જન્મદિવસ પર મળ્યા
આ પણ વાંચો:ભાષા વિવાદ પર રાજ ઠાકરેએ કહ્યું, ‘જે કોઈ વધારે પડતું નાટક કરે તો…’
આ પણ વાંચો:રાજ ઠાકરે બાદ હવે શરદ પવારને મળ્યા CM એકનાથ શિંદે, શું છે મામલો?
