રણબીર કપૂર સ્ટારર મોસ્ટ અવેટેડ મુવી ‘રામાયણ પાર્ટ 1’ (Ramayana Part 1) નો ક્રેઝ ફેન્સમાં કયા સ્તરે છે, તેનો મજબૂત પુરાવો તેના ટ્રેલરે આપી દીધો છે. રિલીઝ થતાંની સાથે જ આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. માત્ર ૨ જ દિવસની અંદર આ ટ્રેલરે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મળીને 350 મિલિયન (૩૫ કરોડ) થી વધુ વ્યૂઝ મેળવીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. ભારત સહિત વિશ્વભરના સિનેપ્રેમીઓ તરફથી મળેલો આ અદ્ભુત પ્રતિસાદ દર્શાવે છે કે આ ફિલ્મ વર્ષ 2026 ની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે. ફિલ્મ સમીક્ષકો, સેલેબ્સ અને દર્શકો આ ટ્રેલરના મુક્ત કંઠે વખાણ કરી રહ્યા છે, જેનાથી બોક્સ ઓફિસ પર પણ ઈતિહાસ રચાવવાની આશાઓ પ્રબળ બની છે.
કરોડો લોકોની આસ્થા અને ભાવનાઓ સાથે જોડાયેલી વાર્તા
‘રામાયણ’ એ માત્ર એક કથા નથી પરંતુ ભારત અને વિશ્વભરના કરોડો લોકોની શ્રદ્ધા અને સંસ્કૃતિનો હિસ્સો છે. રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ જોઈને મોટી થયેલી પેઢી નવી સ્ટારકાસ્ટ અને આધુનિક ટેકનોલોજી સાથે બનેલી આ મહાગાથાને મોટા પડદા પર જોવા માટે આતુર છે. ટ્રેલર લોન્ચ થતાં જ દર્શકોએ તેને ભારે પ્રમાણમાં જોવાનું અને શેર કરવાનું શરૂ કરી દીધું હતું.
પ્રમોશનની સચોટ અને અસરકારક રણનીતિ
ફિલ્મના નિર્માતાઓએ સનાતની ભાવનાઓને ધ્યાનમાં રાખીને પ્રમોશનનું આયોજન કર્યું હતું. તાજેતરમાં યોજાયેલા ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમિયાન ભગવાન શ્રીરામના જીવન અને આદર્શો પર આધારિત ભાવનાત્મક રજૂઆતો કરવામાં આવી હતી, જેણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દીધો હતો.
મજબૂત સ્ટારકાસ્ટે જીત્યા દર્શકોના દિલ
ભગવાન રામના રોલમાં અગાઉ અરુણ ગોવિલને જ પૂજવામાં આવતા હતા, પરંતુ આ ફિલ્મમાં તેઓ રાજા દશરથના પાત્રમાં નજરે પડતાં દર્શકો ભાવવિભોર થયા છે. ટ્રેલરમાં પ્રભુ શ્રીરામના રોલમાં રણબીર કપૂરનો સૌમ્ય લુક અને લંકેશ રાવણ તરીકે સાઉથ સુપરસ્ટાર યશનો ખૌફનાક અંદાજ લોકોને ખૂબ પસંદ પડ્યો છે. શૂર્પણખાના રોલમાં રકુલ પ્રીત સિંહ અને કૈકેયીના ગ્લેમરસ/મોડર્ન લુક અંગે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા જામી છે.
મનમોહક VFX અને વિઝ્યુઅલ ગ્રાફિક્સના વખાણ
ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા વર્લ્ડ-ક્લાસ VFX અને ભવ્ય સેટ્સે સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. શ્રીરામ દ્વારા આંખે પાટો બાંધીને ધનુષ્યબાણથી ચોક્કસ નિશાન સાધવાનો સીન હોય કે પછી ઐરાવત હાથીનું ભવ્ય અને દિવ્ય દ્રશ્ય, દરેક ફ્રેમને દર્શકો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.
દમદાર ડાયલોગ્સ અને પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
ટ્રેલરની સફળતામાં તેની ટેગલાઇન “અમારું સત્ય અને અમારો ઇતિહાસ” એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય, રૂવાડાં ઊભા કરી દે તેવું રોમાંચક બેકગ્રાઉન્ડ સ્કોર, રાવણ તરીકે યશની ગર્જના અને “તમારો નવો રાજા”, તેમજ રણબીર કપૂરનો દમદાર ડાયલોગ “હું મારી સીતાને પાછી લઈને આવીશ” દર્શકોના દિલ જીતી રહ્યા છે.
આ પણ વાંચો :ચોમાસામાં જાંબુનું સેવન ડાયાબિટીસમાં આપે છે સંજીવની સમાન રાહત: જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
આ પણ વાંચો :વાત-વાતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની આદત છે? જાણો બિનજરૂરી રક્ત પરીક્ષણથી થતા નુકસાન!
