Not Set/ ઉલ્લુ ડિજિટલના CEO સામે નોંધાયો કેસ, મહિલાએ યૌન શોષણનો લગાવ્યો આરોપ

મહિલા દ્વારા ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ સામે જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે…

Trending Entertainment
ઉલ્લુ ડિજિટલ

ફિલ્મ પ્રોડક્શન કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ વિભુ અગ્રવાલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ વિભુ અગ્રવાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ કંપનીની કન્ટ્રી હેડ અંજલિ રૈના સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કન્ટેસ્ટન્ટસનું પર્ફોમન્સ જોઇ ભાવુક થયા દલેર મહેંદી, આ રીતે સાંભળ્યા મીકા સિંહે

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “મુંબઈમાં એક મહિલા દ્વારા ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ સામે જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ IPC ની કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે.આ સાથે તેની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર, આ કેસમાં વિભુ અગ્રવાલની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે, ધરપકડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેથી અમે આના પર કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ મુંબઈ પોલીસે ગંભીર કલમ ​​હેઠળ કેસ નોંધ્યો છે. તે સ્પષ્ટ છે કે વિધુની મુશ્કેલીઓ પણ આનાથી ઘણી વધી જશે.

આ પણ વાંચો :મુંબઈ પોલીસે શર્લિન ચોપરાને પાઠવ્યું સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

કંપની એડલ્ટ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે. આ વર્ષે મે મહિનામાં વિભુ અગ્રવાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઉલ્લુ પ્રત્યે લોકોની જે ધારણા છે, તે બદલવા માગે છે. જ્યારે તમે ઉલ્લુ બોલો છો તો લોકો તમને અલગ જ રીતે જુએ છે અને તે આ દૃષ્ટિકોણ બદલવા માગે છે.

2018માં વિભુ અગ્રવાલે ઉલ્લુ એપ લૉન્ચ કરી હતી. વિભુએ ફિલ્મ ‘બાત બન ગઈ’ પ્રોડ્યૂસ પણ કરી હતી. એપ પર હિંદી, અંગ્રેજી, તમિળ, મરાઠી, ગુજરાતી, બંગાળી તથા તેલુગુ જેવી વિવિધ ભાષાનું કન્ટેન્ટ જોવા મળે છે. આ ઉપરાંત એપના ‘કવિતાભાભી’, ‘મોના હોમ ડિલિવરી’, ‘ઓક્શન’, ‘સિંગારદાન’ જેવા શો ચર્ચામાં રહ્યા છે.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

આપને જણાવી દઈએ કે 2013 માં વિભુ અગ્રવાલે બોલિવૂડ ફિલ્મ ‘બાત બન ગયી’ નું નિર્માણ કર્યું હતું. આ પછી તેણે 2018 માં ઉલ્લુ એપ લોન્ચ કરી. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, ભોજપુરી, બંગાળી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ગુજરાતી ભાષાઓમાં આ એપ પર કન્ટેન્ટ પીરસવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈ, 2021 ના ​​રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પણ પોર્ન ફિલ્મો બનાવવા અને એપ દ્વારા શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂરતા પુરાવાના આધારે રાજ કુંદ્રાને પકડ્યો હતો. ફેબ્રુઆરી 2021 માં પોર્ન વીડિયોના કેસમાં કુંદ્રા સામે ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં, કુંદ્રા પર સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ હતો.

આ પણ વાંચો :KRK એ સની લિયોની પર સાધ્યું નિશાન, કહ્યું – પોર્ન ઈન્ડસ્ટ્રીને આપ્યું પ્રોત્સાહન