Austria News: આજકાલ સમાજમાં છૂટાછેડા (Divorce) અને લગ્ન (Marriage) સામાન્ય બની ગયા છે, પરંતુ ઓસ્ટ્રિયામાં એક એવું કપલ છે જેમના લગ્ન અને છૂટાછેડાની વાર્તા સાવ અલગ અને રસપ્રદ છે. વિયેનામાં રહેતા આ વૃદ્ધ દંપતિએ છેલ્લા 43 વર્ષમાં 12 વાર એકબીજા સાથે લગ્ન કર્યા અને પછી 3 વર્ષના અંતરે છૂટાછેડા થઈ ગયા. આવું કઈ રીતે જાણો…

ઓસ્ટ્રિયામાં રહેતા વૃદ્ધ મહિલાના પતિનું 1981માં અવસાન થયું હતું. આ પછી તેણે બીજા લગ્ન કર્યા. 43 વર્ષથી એક જ ઘરમાં રહેતા પડોશીઓએ જણાવ્યું કે આ કપલ ખૂબ જ સરસ છે અને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નહોતો. તો પછી છૂટાછેડા અને પછી દર બે-ત્રણ વર્ષે લગ્ન શા માટે?
આ વૃદ્ધ કપલની આદતે બધાને ચોંકાવી દીધા છે. તેમનું કહેવું છે કે લગ્ન અને છૂટાછેડાની આ પ્રક્રિયા માત્ર એક રિવાજ બની ગઈ છે અને તેનું કોઈ ઊંડું કારણ નથી. બંનેનું કહેવું છે કે આ સમય દરમિયાન તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને દરેક વખતે છૂટાછેડા પછી તેમના લગ્ન વધુ મજબૂત બને છે. પડોશીઓ અનુસાર, બંને એક આદર્શ કપલની જેમ રહે છે અને તેમના સંબંધોમાં કોઈ કડવાશ નથી.

પ્રેમમાં વિચિત્ર નિયમો
હવે આ કપલની આખી વાત સામે આવતા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ખરેખર પ્રેમનો નવો રસ્તો છે કે પછી કોઈ વિચિત્ર આદત છે જે તેમણે છેલ્લા 43 વર્ષમાં અજમાવી છે. આ અજીબ પરિસ્થિતિએ એવા લોકોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે જેઓ લગ્ન અને છૂટાછેડાને લઈને ગંભીર છે. શું આ લગ્ન અને છૂટાછેડાની રમત મજાક છે, અથવા આ કપલ માટે તેમના સંબંધોને તાજું રાખવાનો માર્ગ છે?
![]()
ઓસ્ટ્રિયામાં કાયદાકીય છટકબારીનો લાભ લઈને આ દંપતી 43 વર્ષથી આ કામ કરી રહ્યું હતું. છુટાછેડાના કાયદા મુજબ, સરકાર વિધવા અને એકલી રહેતી મહિલાને $28,300 એટલે કે 24 લાખ રૂપિયાનું ભથ્થું આપે છે. આવી સ્થિતિમાં, માન્ય છૂટાછેડાના કિસ્સામાં, મહિલાને સરકારી સહાય મળશે. આ મામલો મે 2022માં સામેઆવ્યો હતો જ્યારે મહિલા તેના 12મા છૂટાછેડા પછી પેન્શન વીમા સંસ્થામાં ગઈ. તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે તે ભથ્થું મેળવવા માટે તે જ પુરુષને છૂટાછેડા આપી રહી હતી. હાલમાં દંપતી પર છેતરપિંડીનો આરોપ છે. 12મો છૂટાછેડા હજુ બાકી હોવાથી બંનેએ છૂટાછેડા લીધા હતા.
આ પણ વાંચો:આ દેશમાં મળે છે ભાડેથી ખૂબસુરત પત્ની, વિચિત્ર રિવાજથી લોકો અચંબામાં
આ પણ વાંચો:24 કલાકમાં 1000 પુરૂષો સાથે બનાવશે સંબંધ, મહિલા કરી રહી છે ઈમેલ દ્વારા ભરતી; જાણો શું છે આખી વાર્તા
