National News/ સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છે; રાજ ઠાકરેના ગંભીર આક્ષેપો

MNS પ્રમુખ રાજ ઠાકરેએ(Raj Thakare) દાવો કર્યો છે કે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાનું દાન ચોરાય છે. સાથે જ રામ મંદિર અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જાણો વિગત.

NATIONAL Top Stories India
Raj Thakare

Raj Thackeray Temple Corruption Allegations: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj Thakare) એક કાર્યક્રમ દરમિયાન ધાર્મિક સ્થળો અને મંદિરોમાં થતા ભ્રષ્ટાચારને લઈને વિવાદાસ્પદ અને મોટા નિવેદનો આપ્યા છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાનું ચંદુ (દાન) હડપ કરી લેવામાં આવે છે, સાથે જ તેમણે અયોધ્યાના રામ મંદિરમાં પણ નાણાકીય ગેરરીતિઓના આક્ષેપો કર્યા છે.

સિદ્ધિવિનાયક મંદિરમાં કૌભાંડનો દાવો: Raj Thakare

MNS ના વિદ્યાર્થી શાખાના સ્થાપના દિવસના કાર્યક્રમમાં બોલતા રાજ ઠાકરેએ(Raj Thakare) મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આઠ ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ટ્રસ્ટીઓની સતર્કતાના કારણે દાન પેટીમાંથી પૈસા ચોરતા કેટલાક કર્મચારીઓ પકડાયા હતા.

ચોરી પકડાઈ તે પહેલાં મંદિરની સાપ્તાહિક કમાણી 50 લાખ રૂપિયાથી ઓછી હતી, જે પછી વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગઈ. આના પરથી દાવો કરવામાં આવ્યો કે દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી થઈ રહી હતી.

મંદિર ટ્રસ્ટના ચેરમેનનો ખુલાસો

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ચેરમેન અને શિવસેનાના નેતા સદા સરવણકરે આ મા્રે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ કેસમાં 9 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જ્યાં જરૂર પડી ત્યાં ગુના નોંધવામાં આવ્યા છે.

તેમણે દાવો કર્યો કે દાનની રકમમાં જે વધારો થયો છે તે ટ્રસ્ટની પારદર્શક પ્રયાસોને આભારી છે, અને મંદિરની વાર્ષિક આવક 114 કરોડથી વધીને 182 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

રામ મંદિર અંગે પણ ઉઠાવ્યા સવાલો

સિદ્ધિવિનાયક ઉપરાંત રાજ ઠાકરેએ(Raj Thakare) અયોધ્યાના રામ મંદિરમાં પણ 1400 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે આજના સમયમાં મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા અને આ ગંભીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરવી જોઈએ. આ મામલે પોલીસે અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની આવક જાણી પહોળી થઈ જશે આંખો! 32%નો થયો વધારો

આ પણ વાંચો:સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છે; રાજ ઠાકરેના ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:વિવેક ઓબેરોય અને આર. માધવન પર રાજ ઠાકરના પ્રહાર; દેશપ્રેમ છે તો વિદેશમાં કેમ રહો છો?