Gujarat News/ ગુજરાતમાં ખેડૂતોનો આક્રોશ ઉગ્ર! દ્વારકામાં ગેસ પાઇપલાઇન સામે પાંચ દિવસથી ધરણાં, બનાસકાંઠામાં લાખોના કૌભાંડનો આરોપ

Gujarat Farmers Protest: દ્વારકામાં GSPL ગેસ પાઇપલાઇન સામે ખેડૂતો પાંચ દિવસથી ધરણાં પર, બનાસકાંઠામાં રૂ.19 લાખની ગેરરીતિના આક્ષેપ… વાંચો સંપૂર્ણ અહેવાલ.

Gujarat Top Stories Others
Gujarat Farmers Protest: ખેડૂતો સાથે છેતરપિંડી?

Gujarat News: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં (Gujarat Farmers Protest) ખેડૂતોના પ્રશ્નો વધુ ઉગ્ર બનતા જોવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જીએસપીએલ (GSPL Gas Pipeline)ની ગેસ પાઇપલાઇનના કામ સામે ખેડૂતો પાંચ દિવસથી ખેતરમાં જ ધરણાં પર બેઠા છે, જ્યારે બનાસકાંઠાના થરામાં સહકારી મંડળી સામે ખેડૂતોના નામે લાખો રૂપિયાની ગેરરીતિ અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Gujarat Farmers Protest: જામખંભાળિયામાં ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો અડગ વિરોધ

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં (Jamkhambhalia) જીએસપીએલની ગેસ પાઇપલાઇન માટે ઉભા પાક વચ્ચે જેસીબી ચલાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ખેતરમાં જ છાવણી નાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાક અને જમીનને નુકસાન પહોંચાડીને કંપની દાદાગીરી કરી રહી છે, જેને કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે.

Gujarat Farmers Protest: ખેડૂતો સાથે છેતરપિંડી?

ખેડૂતોના બાળકો પણ આંદોલનમાં જોડાયા

ખેડૂતોના સંઘર્ષમાં તેમના પરિવારજનો અને બાળકો પણ જોડાયા હતા. બાળકોએ હાથમાં બેનરો લઈને ‘ખેડૂત બચશે તો દેશ બચશે’ અને ‘ખેડૂત છે તો અનાજ છે’ જેવા સૂત્રોચ્ચાર કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. ખેડૂતો જમીન અને પાકને બચાવવા માટે લડત ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.

બનાસકાંઠામાં સહકારી મંડળી સામે ગેરરીતિના ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના વાલપુરા સહકારી મંડળી સામે (Cooperative Society Scam) ખેડૂતોના નામે અંદાજે રૂ.19.10 લાખની નાણાકીય ગેરરીતિ કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરીને પાક ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું હોવાનો આરોપ છે. લોનની નોટિસ મળ્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું ખેડૂતોનું કહેવું છે.

Gujarat Farmers Protest: ખેડૂતો સાથે છેતરપિંડી?

પોલીસ ફરિયાદ બાદ નિષ્પક્ષ તપાસની માંગ

આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા મંડળીના ચેરમેન અને સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે થરા પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે. ખેડૂતો નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: સુરતમાં પાવરગ્રીડ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ‘વળતર નહીં તો ટાવર નહીં’ના નારા સાથે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ

આ પણ વાંચો: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ગરબામાં બેનરો સાથે સરકારની વળતર નીતિનો વિરોધ, રાકેશ અમૃતિયા પણ જોડાયા

આ પણ વાંચો: સુરતના ઓલપાડમાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: બજાર ભાવના ચાર ગણાં વળતરની માંગ, 18 જુલાઈએ કલેક્ટરને આવેદન