Jamnagar News: જામનગર શહેરમાં એક યુવતી સાથે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી શારીરિક શોષણ (Jamnagar Rape Case) કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસ મુજબ, રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા નામના યુવક સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
પ્રેમ સંબંધ બાદ લગ્નનું વચન આપ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વિશ્વાસ કેળવી યુવતીનું શારીરિક શોષણ (Jamnagar Rape Case) કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતીની ફરિયાદ પ્રમાણે, આરોપી તેને પોતાના ઘરે તેમજ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરકારી આવાસ પાછળની અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં વારંવાર શોષણ કરવામાં આવ્યું હતું.
Jamnagar Rape Case: 8 મહિના બાદ લગ્ન કરવાનો ઇનકાર
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના આશરે આઠ મહિના સુધી ચાલી હતી. ત્યારબાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.લગ્નથી પીછેહઠ કર્યા બાદ યુવતીએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
યુવતીની ફરિયાદ મળ્યા બાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.કેસના તપાસ અધિકારી પી.આઈ. એન.બી. ડાભી અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યશરાજસિંહની ધરપકડ કરી છે.હાલ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Instagramની મિત્રતા સગીરાને પડી ભારે! લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મનો આરોપ
આ પણ વાંચો:લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ! 18 તોલા સોનું અને ₹19.91 લાખની ઠગાઈ, આરોપી ફરાર
