Anand News/ આણંદમાં માલગાડી ડિરેલ! બે ડબ્બા પાટા પરથી ઉતરતા દોડધામ, રેલ્વે તંત્ર એક્શનમાં

Train Derailment Anand: આણંદ રેલ્વે સ્ટેશન નજીક ભાલેજ ઓવરબ્રિજ પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રેલ્વેએ તાત્કાલિક કામગીરી શરૂ કરી, મુખ્ય ટ્રેન વ્યવહાર પર ખાસ અસર થઈ નથી.

Top Stories Gujarat Others
Train Derailment Anand: 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Anand News: આણંદ રેલ્વે સ્ટેશન નજીક ભાલેજ ઓવરબ્રિજ પાસે અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી એક માલગાડીના બે ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી જતાં (Train Derailment Anand) દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ રેલ્વે તંત્રે તાત્કાલિક કામગીરી શરૂ કરી ટ્રેકને ઝડપથી પૂર્વવત બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

Train Derailment Anand: ભાલેજ ઓવરબ્રિજ નજીક સર્જાઈ ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડી આણંદ રેલ્વે સ્ટેશન (Anand Railway Station) નજીક ભાલેજ ઓવરબ્રિજ (Bhalej Overbridge) પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના બે ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી.

રેલ્વે તંત્ર તાત્કાલિક એક્શનમાં, ટ્રેક પૂર્વવત કરવાની કામગીરી શરૂ

Train Derailment Anand: 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઘટનાની જાણ થતાં જ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ, ટેક્નિકલ ટીમ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને દૂર કરીને ટ્રેકને ફરી કાર્યરત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Train Derailment Anand: 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

મુખ્ય રેલ ટ્રાફિકને ખાસ અસર નહીં

રેલ્વેના પી.આર.ઓ. અભિનવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ ઘટનાની અસર મુખ્ય અપ અને ડાઉન લાઇનના ટ્રાફિક પર નોંધપાત્ર રીતે પડી નથી. ઘટના બાદ પણ ગુવાહાટી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ સહિતની ટ્રેનો નિયમિત રીતે પસાર થઈ ચૂકી છે.

દુર્ઘટનાનું કારણ તપાસ બાદ થશે સ્પષ્ટ

રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે. માલગાડીના ડબ્બા પાટા પરથી કેમ ઉતર્યા તેનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે. હાલ અધિકારીઓનું મુખ્ય ધ્યાન ટ્રેકને સંપૂર્ણ રીતે પૂર્વવત કરીને રેલવે સેવા સુચારુ રાખવા પર કેન્દ્રિત છે.


આ પણ વાંચો: તમિલનાડુમાં ચિત્તેરી પેસેન્જર ટ્રેન અકસ્માત અંગે દક્ષિણ રેલવેનું નિવેદન – ‘કોઈ કોચ પાટા પરથી ઉતર્યો નથી’

આ પણ વાંચો: ઓડિશામાં મોટો ટ્રેન અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ઘણા લોકો ઘાયલ થયા હોવાની શકયતા

આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી