Madhya Pradesh News: મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે BJP ને પરાજય આપ્યો છે. કોંગ્રેસના ઘનશ્યામ સિંહે 6,016 મતોથી જીત મેળવી છે. પરિણામ બાદ ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીએ હાર સ્વીકારીને જનતાના નિર્ણયને સન્માન આપવાની વાત કરી છે.
હાર બાદ BJP ઉમેદવારે આપી પ્રતિક્રિયા
મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ કોંગ્રેસ (Congress)ના પક્ષમાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે (Ghanshyam Singh)કુલ 66,757 મત મેળવી ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીને 6,016 મતોથી પરાજય આપ્યો છે. આશુતોષ તિવારીને કુલ 60,741 મત મળ્યા હતા.
પરિણામ જાહેર થયા બાદ આશુતોષ તિવારી (Ashutosh Tiwari)મતગણના કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મીડિયા સાથે વાત કરતાં તેમણે હાર સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, “આ જનતાનો જનાદેશ છે. હું હાથ જોડીને જનતાના નિર્ણયનો સ્વીકાર કરું છું. હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે.”
ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસના ઘનશ્યામ સિંહને કુલ 42.39 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપના આશુતોષ તિવારીને 38.57 ટકા મત મળ્યા હતા. મતપ્રતિશતમાં પણ કોંગ્રેસે ભાજપ પર નોંધપાત્ર લીડ મેળવી હતી.
આ ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર દામોદર યાદવ મંડલ ત્રીજા સ્થાને રહ્યા હતા. તેમને કુલ 22,527 મત મળ્યા હતા અને તેમનો મતપ્રતિશત અંદાજે 14.30 ટકા રહ્યો હતો.
પરિણામ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિવિધ સ્થળોએ જીતની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ ભાજપે આ પરાજયના કારણો જાણવા આંતરિક સ્તરે સમીક્ષા શરૂ કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે દતિયાના પરિણામથી મધ્ય પ્રદેશના રાજકારણમાં નવા સંકેતો મળ્યા છે અને આગામી ચૂંટણી પહેલાં બંને પક્ષો માટે આ પરિણામ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: દતિયા પેટાચૂંટણીમાં ઉલટફેર, ભાજપ માટે મુશ્કેલ ટ્રેન્ડ
આ પણ વાંચો: બિહાર: બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, ભાજપ 18,953 મતથી હાર્યું.
આ પણ વાંચો: ભોપાલમાં PM મોદીનો રોડ શો, મહિલા શક્તિમાં સિંદૂરી સ્વાગત, જાંબુરી મેદાનમાં હજારો તિરંગા લહેરાયા
