Vadodara News/ વડોદરામાં પરિણીતાના મોઢા-ગળા પર એસિડ ફેંકવાનો આરોપ, બાથરૂમ સાફ કરવાની ના પાડતાં સાસુ ઉશ્કેરાઈ

વડોદરાના ગોરવા વિસ્તારમાં બાથરૂમ એસિડથી સાફ કરવાની ના પાડતાં સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યા (Vadodara Acid Attack)નો આરોપ. ગોરવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Acid Attack: એસિડથી એલર્જી હોવાથી સફાઈની ના પાડી, સાસુએ પુત્રવધૂ પર એસિડ ફેંક્યાનો આરોપ

Vadodara News: શહેરના ગોરવા વિસ્તારમાં ઘરકંકાસની ગંભીર ઘટના સામે આવી છે. બાથરૂમ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવાની ના પાડતાં સાસુએ પોતાની પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યું (Vadodara Acid Attack) હોવાનો આક્ષેપ થયો છે. એસિડના કારણે ગંભીર રીતે દાઝેલી 26 વર્ષીય પરિણીતાને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે ગોરવા પોલીસે સાસુ, પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગોરવા વિસ્તારમાં પંચવટી સહયોગ રોડ પાસે આવેલી સોસાયટીમાં 26 વર્ષીય પરિણીતા પોતાના સાસરીયા સાથે રહેતી હતી. વર્ષ 2021માં વડોદરાના યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ નજીવી બાબતોને લઈને સાસુ, સસરા, પતિ અને બે નણંદો સાથે અવારનવાર તકરાર થતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિણીતાના આક્ષેપ મુજબ, સાસરીયાઓ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસુ દ્વારા માર મારવામાં આવતો હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત બે નણંદો તેના પતિને તેની વિરુદ્ધ ઉશ્કેરતી હોવાનો તેમજ સાસરીયાઓ તેના ચારિત્ર્ય અંગે શંકા કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Vadodara Acid Attack: એસિડથી બાથરૂમ સાફ કરવાની ના પાડતાં વિવાદ

10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે સાસુએ પરિણીતાને બાથરૂમ એસિડ (Vadodara Acid Attack)થી સાફ કરવા માટે કહ્યું હતું. પરિણીતાએ પોતાને એસિડથી એલર્જી હોવાનું જણાવી આ રીતે સફાઈ કરવાની ના પાડી હતી. આ વાતને લઈને સાસુ ઉશ્કેરાઈ ગઈ હોવાનો આરોપ છે. ત્યારબાદ સાસુ બાથરૂમમાંથી એસિડની બોટલ લઈને આવી હતી અને પરિણીતાના મોઢા તથા ગળાના જમણા ભાગ પર એસિડ ફેંકી (Vadodara Acid Attack) દીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસિડ (Vadodara Acid Attack) પડતાં મહિલાના મોઢા અને ગળાના ભાગે ગંભીર બળતરા થઈ હતી. ઘટનાના પગલે તેણે પોતાના પતિને ફોન કરીને સમગ્ર બાબતની જાણ કરી હતી. જોકે, પતિ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો પણ મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

પિયરના પરિવારની મદદથી હોસ્પિટલ ખસેડાઈ

ઘટના બાદ પરિણીતાને પિયરના પિતરાઈ ભાઈઓની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર લીધા બાદ તે પોતાના વતન સાવરકુંડલા ગઈ હતી. ત્યારબાદ વડોદરા પરત ફર્યા બાદ પરિણીતાએ ગોરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સાસુ સહિત સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગોરવા પોલીસે મહિલાની ફરિયાદના આધારે સાસુ અને પતિ સહિતના સાસરીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત, અગાઉના ઘરેલુ વિવાદો અને એસિડ ફેંકવા (Vadodara Acid Attack)ના આરોપ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:બેંગલુરુમાં એક મહિલાને એસિડ ફેંકવાની ધમકી આપનાર શખ્સ સામે હાથ ધરાઈ તપાસ

આ પણ વાંચો:પ્રેમ પ્રકરણમાં ખેલાયો એસિડ એટેકનો ખેલ, જાણો શું છે આ સમગ્ર મામલો

આ પણ વાંચો:પતિ પત્નીનો ઝગડો જીવલેણ બન્યો,જમાઈએ સસરા પર એસિડ ફેંક્યું